- એરંડા ખરીદ્યા બાદ વેપારીએ પૈસાની ઉઘરાણી કરતાં બે ચેક આપ્યા હતા
- ચેક બાઉન્સ થતાં વેપારીનું ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ જવાબ ના આપ્યો
- વેપારીએ કાયદાકીય પ્રક્રિયા બાદ માણસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
માણસા શહેર માં આવેલ જુના ગંજ બજારમાં અનાજ, તેલીબિયાંનો વેપાર કરતા વેપારીએ તેમના પરિચિત કુકરવાડાના એક વેપારીને એરંડાનો મોટો જથ્થો આપ્યો હતા. જેના અવેજ માં માલ ખરીદનારે બે ચેક આપ્યા હતા. જે બેંકમાં ભરતા ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે રિટર્ન થયા હતા. જેથી વેપારીએ કાયદાકીય પ્રક્રિયા બાદ માણસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેના બંને કેસ ચાલી જતા માણસા કોર્ટે ફરિયાદ ગ્રાહ્ય રાખી ચેક આપનાર વેપારીને બે અલગ અલગ ચુકાદા માં 6-6 માસની સાદી કેદ અને પુરી રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરમાં આવેલ જુના ગંજ બજારના પ્લોટ નંબર 1 માં કલ્પેશકુમાર કાંતિલાલ એન્ડ કુ નામની પેઢી ધરાવતા પટેલ કલ્પેશકુમાર કાંતિલાલ અનાજ, જીરૂ, વરીયાળી તથા તેલીબિયાં નો વેપાર તેમજ કમિશન એજન્ટ તરીકે નું કામ કરે છે. જ્યારે કુકરવાડા માર્કેટયાર્ડમાં પટેલ મહેન્દ્રભાઈ વરવાભાઈ ની કંપની ધરાવતા પટેલ મહેન્દ્રકુમાર પણ તેમની પેઢી પર અનાજ એરંડા તેમજ ખેત પેદાશોનું ખરીદ વેચાણ નું કામકાજ કરતા હોય બંને વચ્ચે ધંધાકીય સંબંધો હોવાથી એકબીજાના પરિચિત હતા. જેમાં વર્ષ 2018માં કુકરવાડાના મહેન્દ્રકુમારે માણસાના વેપારી કલ્પેશભાઈ પાસેથી તેમની જરૂરિયાત મુજબ 129 ક્વિન્ટલ 70 કિલો એરંડા 711 રૂપિયાના ભાવે ખરીદ કર્યા હતા અને આ માલ ની કુલ રકમ 4,92,611 રૂપિયાની વેપારી ઉઘરાણી કરતા તેમણે કુકરવાડા શાખાના બે અલગ અલગ રકમ ભરેલા ચેક આપ્યા હતા.
જે બંને ચેક બેંકમાં ભરતા ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે પરત ર્ફ્યા હતા. જેથી કલ્પેશભાઈએ આ બાબતની જાણ ચેક આપનાર ને કરી હતી. તેમ છતાં તેનો યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આખરે તેમણે માણસાના એડવોકેટ એન.બી.યાજ્ઞિક મારફ્તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ નોટિસ મોકલી હતી. જેની બજવણી થયા બાદ પણ રકમ પરત ન મળતા આખરે વેપારીએ માણસા કોર્ટમાં બે અલગ અલગ ચેક રીટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી. જ્યાં ફ્રિયાદી તરફે એડવોકેટ એન.બી.યાજ્ઞિક ની ધારદાર દલીલો અને પુરાવાઓ ને ધ્યાને લઇ મે.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ર્ફ્સ્ટ કલાસ એ.આર.દ્વિવેદી દ્વારા ચેક રિટર્ન બાબતે આરોપી પટેલ મહેન્દ્રકુમાર વરવાભાઈ ને બંને કેસ માં તકસીરવાર ઠરાવી 6-6 મહિના ની સાદી કેદની સજા તથા કુલ 4,92,611 રૂપિયા ફ્રિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને આ રકમ આરોપી ન ચૂકવે તો વધુ ત્રણ ત્રણ માસની સાદી કેદની સજા નો હુકમ કરવામાં આવ્યો હતો.
[ad_1]
Source link