Mock Drill, Statue of Unity : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે શનિવારે (31 મે 2025)ના રોજ ‘ઓપરેશન શિલ્ડ’ મોક ડ્રીલ યોજાશે. ત્યારે કાલે શનિવારે મોક ડ્ર્રીલના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)માં લાઈટ એન્ડ સાઉન્ડ શો 8 વાગ્યે અને નર્મદા આરતી 8:45 વાગ્યે યોજાશે.
કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાઈટ એન્ડ સાઉન્ડ શો 8 વાગ્યે થશે
ગુજરાત સહિત દેશના સરહદ પરના રાજ્યમાં આવતીકાલે શનિવારે (31 મે) મોક ડ્રીલ થવાનું છે, ત્યારે સાંજના 7:30 થી 8:00 દરમિયાન બ્લેકઆઉટ થશે. જ્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા પ્રોજેક્શન મેપિંગ (લેસર) શોનો નિર્ધારિત સમય સાંજે 7:30 કલાકનો છે.
બ્લેકઆઉટને કારણે પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન 7:30 વાગ્યે થઈ શકે તેમ નથી. જેથી માત્ર 31 મે 2025ના દિવસે પ્રોજેક્શન મેપિંગનો સમય રાત્રે 8.00 કલાકનો રહેશે. જ્યારે નર્મદા મહાઆરતીનો સમય રાત્રે 8:45 કલાકનો રહેશે. SOU દ્વારા પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતી સિવાયની કોઈપણ પ્રવૃત્તિ અથવા પ્રવાસન સ્થળના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
[ad_1]
Source link