કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા એક યુવાનને વેલ્ડીંગ કામ દરમિયાન વીજ આંચકો લાગતાં તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે હરીપર મેવાસા ગામમાં રહેતો સિરાજ સલીમભાઈ શમા નામનો 18 વર્ષનો યુવાન પોતાનું વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને હાથમાં એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. તેને સારવાર માટે ભાયાવદર ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે ઇકબાલભાઇ મહમદભાઈ સમાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ આર.વી. ગોહિલ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.