ભુજના હીલ ગાર્ડન રોડ પર માર્ગ અકસ્માતની વિચિત્ર ઘટના બની છે. બેફામ બનેલા એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદાવી ગઈ હતી. આ કાર એટલી ઓવરસ્પીડમાં પસાર થઈ રહી હતી કે તે ડિવાઈડર કૂદીને ઉછળી અને રસ્તાની સાઈડમાં આવેલા એક ઝાડ પર લટકાઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. દૃશ્યોમાં જોઈ શકાય છે કે કાર ઝાડ પર લટકાઈ ગઈ છે અને આસપાસમાંથી પસાર થતાં લોકો આ અકસ્માતને જોવા ટોળે વળ્યા છે. અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Source link