01
ભરૂચ: રાજ્યમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની રહી છે. આવામાં નર્મદા નદી પણ બે કાંઠે થઇ છે. નર્મદા નદીમાં સાડા ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદી બે કાંઠે જોવા મળી રહી છે. કબીરવડ ખાતે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. પાણી છોડાતા ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આવામાં એક કાંઠેથી બીજા કાંઠે જેવું મુશ્કેલ બન્યું છે.