- બે દિવસ અગાઉ આજ સ્થળે કપાયેલું ગૌવંશ મળી આવ્યું હતું
- એજ સ્થળે ફરીથી કપાયેલી ગાયના અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી
- બનાવના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દોડી આવ્યા
કલોલ પાસે આવેલા ખોરજાપરા ગામે બે દિવસ અગાઉ કપાયેલું ગૌવંશ મળી આવ્યું હતું. ત્યારબાદ ગતરાત્રીના રોજ ફરીથી અહી ગૌવંશ મળી આવ્યું હતું. જેના પગલે હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફરી વળ્યો છે. અને આરોપીઓને પકડવાની માંગણી સાથે તેઓે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા કલોલ તાલુકા પોલીસ સાથે ગાંધીનગર એલ.સી.બી. નો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. અને બનાવ અંગે જીણવટભરી તપાસ હાથ ધરી છે. સ્થળ ઉપરથી મળી આવેલા ગૌવંશના કપાયેલા અવશેષો તપાસ અર્થે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના પંચવટી વિસ્તારના પાછળના ભાગે આવેલા ખોરજાપરાના વિસ્તારમાં બે દિવસ અગાઉ કપાયેલું ગૌવંશ મળી આવ્યું હતું. જેના પગલે ગ્રામજનોમાં આક્રોશ ફરી વળ્યો હતો. અને સમસ્ત ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ભેગા થયેલા ગ્રામજનો ગામની સીમમાં ગૌમાતાની હત્યા કરનાર તત્વોને પકડી લેવાની માંગણી સાથે પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં તેમણે પોલીસ મથકમાં અરજી કરીને આ કૃત્ય કરનારને ઝડપી લેવાની માંગણી કરી હતી. ત્યારબાદ ગતરાત્રીના રોજ આજ સ્થળે ફરીથી એક વખત કપાયેલું ગૌવંશ મળી આવ્યું હતું બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ કપાયેલા ગૌવંશ બાબતે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. અને ગૌમાતાની હત્યા કરનાર તત્વોને ઝડપી લેવામાં આવે તેવી માંગણી કરી હતી. બનાવની જાણ પોલીસને થતા કલોલ તાલુકા પોલીસનો સ્ટાફ તથા ગાંધીનગર એલ.સી.બી. પોલીસ ઘટના સ્થળે. દોડી આવી હતી. ત્યારબાદ બનાવ અંગે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. જેથી એફ.એસ.એલ.ના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેઓએ સ્થળ ઉપરથી કપાયેલા ગૌમાસ ના નમૂના એકત્ર કરીને તપાસ અર્થે મોકલી આપ્યા હતા. બનાવ અંગે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને સત્વરે આ કૃત્ય કરનાર તત્વોને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવે તેવી રોષ ભેર માંગણી કરી હતી.