- કરજાણ બેઠક પર પાટીદાર જ્ઞાતિના મતોનું પ્રભુત્વ
- 2020ની પેટા ચૂંટણીમાં અક્ષય પટેલ વિજય બન્યા
- કરજણ 147 નંબરની વિધાનસભા બેઠક
તમામ રાજકીય પક્ષોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. તબક્કાવાર બધા પક્ષોના કેન્દ્રીય નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના મહિના રહ્યા છે. 182 બેઠકોમાંથી વધુને વધુ બેઠકો ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે, જ્યારે કોંગ્રેસ માટે તે ટક્યા રહેવાની ચૂંટણી છે. કોંગ્રેસને ભૂંસાઈ ન જવાય તે માટે ગત વર્ષ જેટલી અથવા તો તેના કરતાં વધુ બેઠકો જીતવી જ રહી. અમુક બેઠકો છે જ્યાં કોંગ્રેસ થોડું વધુ જોર લગાવે તો જીત મેળવી શકાય છે. આવી જ એક બેઠક કરજણ વિધાનસભા બેઠક અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
જાતિગણ સમિકરણો
આ બેઠકમાં આવેલા જ્ઞાતિઆધારિત મતો પર નજર નાખીએ તો અહીં પાટીદાર જ્ઞાતિના મતોનું પ્રભુત્વ છે. સૌથી વધુ મતદારો પટેલ સમાજ 39367, મુસ્લિમ સમાજ 30681, રાજપૂત સમાજના 21027, બ્રાહ્મણ સમાજ 6058, સમાજના વાણિક જ્ઞાતિના 3080, અને અન્ય 3474 મતદારો નોંધાયેલા છે. રાજપૂત સમાજ સંખ્યાબળમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત આદિજાતિ વસાવા સમાજના 39072, બક્ષીપંચ સમાજના 7502, માછી સમાજના 4497, રબારી જ્ઞાતિના 2611 અન્ય 11295, અનુસૂચિત જાતિ પરમાર સમાજના 11439, અન્ય 15889 મળીને કુલ 1,98,209થી વધુ સંખ્યામાં મતદારો નોંધાયેલા છે. આમ, આ બેઠક પર પટેલ સમાજ અને મુસ્લિમ સમુદાયને સાથે રાખીને ચાલનારા પક્ષનું પલડું ભારે રહે તે સ્વાભાવિક છે.
છેલ્લા 5 ટર્મનો ઈતિહાસ
1962થી જ અહીં કોંગ્રેસ છવાયેલું રહ્યું હતું. જોકે એક વખતનો કોંગ્રેસનો આ કિસ્સો હવે ભાજપના ગઢમાં ફેરવાઈ ગયો છે. આ બેઠક પર 1962થી કોંગ્રેસ પાર્ટીનો દબદબો રહ્યો છે. કોંગ્રેસે અહીં સતત 9 વખત જીત મેળવી છે. તો 1 વાર જનતા દળા અને એક વાર 1 વખત SWA પક્ષને પણ મતદારો વિજયમાળા પહેરાવી ચૂક્યા છે. અહીં ભાજપે 2 વખત 2002 અને 2012માં જીત મેળવી છે.વર્ષ 2020ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલ ભાજપના નિશાન પરથી વિજેતા થયા હતા. આમ 2002થી જ ભાજપનો અહીં પરચમ લહેરાઈ રહ્યો છે.
પેટા ચૂંટણીના પરિણામો
2020ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 77.31 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2022માં અનુક્રમે 53.62 ટકા અને 42.18 ટકા મત મળ્યા હતા.જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલને ભવ્ય જીત મળી હતી.