- કરજણમાં જોવા મળ્યો 5 ફૂટ લાંબો મગર
- મગર આવતા સ્થાનિકોમાં મચી ગયો ફફડાટ
- ભારે મહેનતે વનવિભાગે મગરનું કર્યું રેસ્ક્યુ
કરજણ નવાબજાર વિમલ નગર સોસાયટીમાં મહાકાય મગર દેખાતા લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. વન વિભાગ દ્વારા સાડા પાચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
કરજણ નવાબજાર હુસેન ટેકરી સામે મોડી રાત્રે હોમગાર્ડ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિમલ નગર સોસાયટીમાં મહાકાય મગર દેખાતા બુમાબુમ થતા આસપાસના રહીશોમાં અફરા તફરી મચી હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ કરજણ વન વિભાગને કરતા વન વિભાગ ના કર્મચારી શૈલેષભાઇ ઠાકોર ઘટના સ્થળે આવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહાકાય મગરનું રેસ્ક્યુ કરતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો. મગરને જોતા આશરે સાડા પાંચ ફૂટ નો હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો.