કમોસમી વરસાદનો પ્રકોપ: ભર ઉનાળે ગુજરાતના માથે સંકટ, પોરબંદરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ-Outbreak of unseasonal rains Gujarat in trouble throughout the summer 4 inches of rain in 2 hours in Porbandar

0
9

Last Updated:

ગુજરાતમાં સતત 5 દિવસથી કમોસમી વરસાદે માજા મૂકી છે. ત્યારે આજે ફરીવાર રાજ્યમાં જુદા જુદા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને પોરબંદરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જેથી આ વરસાદને લઈને હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ ગુજરાતમાં કમોસમી વરસાદ
ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદ હવે જાણે કે જવાનું નામ નથી લઈ રહ્યો. આજે ફરી વાર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વધારે વરસાદ આજે પોરબંદર કુતિયાણામાં આજે પડ્યો હતો. જેમાં સાંજના 4 થી 6 વાગ્યાના સમયગાળામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં કુલ 4 ઈંચ જેટલો વરસાદ કુતિયાણામાં નોંધાયો છે. જેથી અહીંયાના ખેડૂતોના માથે હાલ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. કારણ કે આ વરસાદને તેમનો મોટા પ્રમાણમાં પાક નાશ પામે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ સિવાય ધોરાજીમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે અહીંયા ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાના આગમન પહેલા જ કમોસમી વરસાદે નગરપાલિકાની પોલ ખોલી કાઢી હતી. અહીંયા શાક માર્કેટ રોડ, સાજી હોલ, ગેલેકસી ચોક, ચકલા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમરેલીના વડીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે જોરદાર વરસાદ પડ્યો. જેમાં વડીયા, મોરવાડા, બરવાળા, બાવળા, હનુમાનખીજડિયા, સાથરી સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ગરમીથી કંટાળેલા લોકોને આશિંક રાહત મળી હતી. જોકે અહીંયાના ખેડૂતોમાં પણ હાલ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

રાજકોટમાં પણ સતત પાંચમાં દિવસે કમોસમી વરસાદનો આતંક જોવા મળ્યો હતો. જેમાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે માજા મૂકી હતી. જેમાં શાપર વેરાવળ ખાતે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય રાજકોટ શહેરમાં પણ ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તાલુકાના વિરપુર, કાગવડ, પીઠડિયા, મંડલીકપુર સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના મગફળી, તલ અને મગ સહિતના પાક નિષ્ફળ ગયા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here