ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકાના તુણા ગામમાં રહેતા અમરસિંહ મગોદરા 17 વર્ષની ઉંમરથી ખેતી કરે છે. જેઓ હાલ 68 વર્ષની વયે પણ ખેતીમાં કાર્યરત છે. ખેડૂત મુખ્યત્વે શેરડી,કપાસ,ચણા, ઘઉં સહિતના પાકની ખેતી કરે છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે વિસ્તારમાં મોટાપાયે મેથીની ખેતી થાય છે. તેવામાં વાલિયા તાલુકાના તુણા ગામમાં રહેતા અમરસિંહ મગોદરાએ ટ્રાયલ માટે પોતાના એક વીઘા જમીનમાં મેથીની ખેતી કરી છે. તેઓ એમ મોટાપાયે ઘઉંની ખેતી કરી છે. મેથીના પાક તૈયાર થાય, તે માટે પાંચ પાણી આપવા સાથે ત્રણ વાર દવાનો છંટકાવ, ખાતર અને નિંદામણ બે વાર કરવામાં આવ્યું હતું.
બિયારણ સામે નહિવત ઉતારો ઉતરવાની ખેડૂતે ધારણા સેવી
હાલમાં કમોસમી વરસાદ તેમજ ધુમ્મસને પગલે ટ્રાયલ માટે કરવામાં આવેલો મેથીનો પાક લગભગ નિષ્ફળ રહ્યો છે. એક વીઘા જમીનમાં નાખવામાં આવેલું બિયારણ સામે નહિવત ઉતારો ઉતરવાની ખેડૂતે ધારણા સેવી છે. તો ચણાના પાકમાં પણ ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
ખેડૂતને આ વર્ષે આવક ન મળતા રોવાનો વારો આવ્યો
ઘઉંના પાકમાં બદલાઈ રહેલા વાતાવરણના કારણે ખેડૂતને ખૂબ જ ઓછું ઉત્પાદન મળ્યું છે. ખેડૂતને ઉત્પાદન સામે કરેલ ખર્ચ વધુ થયો છે. ખેતીમાં જંતુનાશક દવા, ખાતર, મજૂરી ખર્ચ સહિતનો ખર્ચ સામે ખેડૂતોને આ વર્ષે આવક ન મળતા રોવાનો વારો આવ્યો છે. ધરતીનો તાત સતત મહેનત કરી રહ્યો છે, પરંતુ કમોસમી વરસાદથી તેને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મજૂરીને બાદ કરતાં પણ ખેડૂતને સામે નુકસાન સહન કરવો પડી રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર