- 231મી રથયાત્રા માટે આયોજનનો દોર શરૂ
- રથયાત્રા પૂર્વે નિજ મંદિર ખાતે નિશાનપૂજા કરીને નગરયાત્રા નીકળશે
- રથયાત્રા પૂર્વે નિજ મંદિર ખાતે નિશાનપૂજા કરીને નારાયણની નગરયાત્રા નીકળશે
કપડવંજના ઐતિહાસિક અને પૌરાણિક શ્રી નારાયણદેવ મંદિરમાં રથયાત્રાને લઈને તેની તૈયારીઓમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પુષ્ટિમાર્ગ પ્રમાણે રથયાત્રા પુષ્ય નક્ષત્ર પ્રમાણે નીકળતી હોવાથી ચાલુ ચાલે 231મી રથયાત્રા તેના નિયત રૂટ ઉપર તા.21-06-2023ને બુધવારે નીકળશે તેમ વારાદારી સેવક ભગવતભાઈ જોષી, જૈમિન જોષી એ જણાવ્યું છે. છેલ્લા બે સૈકા પૂર્વેથી રથયાત્રા કપડવંજના શ્રી નારાયણદેવ મંદિર ખાતેથી નીકળે છે. રથયાત્રાનું સંપૂર્ણ આયોજન નનારાયણદદેવ મંદિર ટ્રસ્ટ તથા બ્રહ્મ સમાજ ઉત્સવ સમિતિ દ્વારા થનાર છે.
રથયાત્રા પૂર્વે નિજ મંદિર ખાતે નિશાનપૂજા કરીને નારાયણની નગરયાત્રા નીકળશે. રથયાત્રાનો રૂટ નિજમંદિરથી નીકળી કાપડબજાર થઈને કડિયાવાડ થઈને હોળીચકલા-લાંબીશેરીથી નાના રામજીમંદિર ખાતે પ્રથમ વિશ્રામ રહેશે. જ્યાં મંદિરના સેવક દ્વારા શ્રીજીનું પૂજન-અર્ચન તથા આરતી ઉતારી સ્વાગત કરાશે. પ્રથમ વિશ્રામ બાદ શ્રીજીની યાત્રા પ્રસ્થાન કરશે અને બત્રીસકોઠાની વાવ થઈને આઝાદચોક થઈ ટાઉનહોલ તરફ જશે. કુબેરજી મહાદેવ ખાતે બીજા વિશ્રામમાં મંદિરના સેવક દ્વારા શ્રીજીનું પૂજન-અર્ચન તથા આરતી ઉતારી સ્વાગત કરાશે. ત્યારબાદ શ્રીજીની યાત્રા મીનાબજારથી મોટા રામજી મંદિર જશે.