- કડીની નર્મદા કેનાલનાં રોડ ઉપર લુખ્ખા તત્ત્વોનો આતંક
- યુવકને બંધક બનાવી યુવતીને ઢસડી લઈ જઈ શારીરિક અડપલાં કર્યા
- યુવક યુવતી મહામહેનતે બચી કડી પોલીસ મથકે દોડી આવી
અમદાવાદનો યુવક મહિલા મિત્ર યુવતી સાથે બહુચરાજી માતાજીનાં દર્શન કરવાં ગયાં હતાં. બહુચરાજીથી કડી આવી મેલડી માતાજીનાં દર્શન કરી અમદાવાદ પરત ફ્રી રહ્યા હતા. તે સમયે કડીની નર્મદા કેનાલ ઊપર કરણનગર તરફ્ જઈ રહ્યાં હતાં. ત્યારે અજાણ્યાં શખ્સોએ બન્ને જણાં ને રોકી યુવકને ઢોર માર મારી યુવકને બંધક બનાવી યુવતીને શારીરિક અડપલા કર્યા હતાં. જેથી યુવક યુવતી મહામહેનતે બચી કડી પોલીસ મથકે દોડી આવી અજાણ્યાં શખ્સો વિરૂદ્ધ ફ્રિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદનાં મોટેરા રેડિયમ નજીક રહી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા તરુણ ઠાકોર મહિલા મિત્ર સાથે રવિવારે એકટીવા ઊપર બહુચરાજી ખાતે બહુચર માતાજીનાં દર્શન કરવા ગયા હતા. બહુચરાજી દર્શન કરી પરત કડી ખાતે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી સાંજના સમય તરુણ મહિલા મિત્ર સાથે એકટીવા ઊપર અમદાવાદ પરત જવાં નીકળ્યાં હતાં. બન્ને મિત્રો નર્મદા કેનાલ ઊપર નીકળતાં કરણનગરથી અમદાવાદ તરફ્ જતા થોડી દૂર યુવકે એકટીવા ઉભું રાખતાં સામેથી પલ્સર બાઈક ઊપર ત્રણ અજાણ્યા શખ્શો આવી તરુણ અને મહિલા મિત્ર પાસે ઉભા રહ્યા.ત્યારે બાદ ત્રણેય શખ્શોએ યુવક અને મહિલા મિત્ર સાથે બોલચાલ કરી યુવકને ઢોર માર મારી યુવકને બંધક બનાવી મહિલા મિત્રને ઢસડી કેનાલની નીચે ખાલી જગ્યામાં લઈ જઈ મહિલાને શારીરિક અડપલા કર્યા હતા. યુવક-યુવતી આજીજી કરતાં આવેલા અજાણ્યાં શખ્સો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. જેથી યુવક- યુવતી કડી પોલીસ મથકે દોડી જઈ અજાણ્યાં શખ્શો વિરૂદ્ધ ફ્રિયાદ નોંધાવી પરીવારજનોને જાણ કરી હતી. કડી પોલીસે ફ્રિયાદના આધારે લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, કડીની ફ્રતી નર્મદા કેનાલના રસ્તા ઊપર છાશવારે લુખ્ખા તત્વોનો આતંક થતો હોવાની બૂમરેંગ ઉઠી છે. ત્યારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક લાગણી ઊઠવા પામી છે.