- ઈન્દ્રશીલ યુનિવર્સિટીના કોન્વોકેશનના મુખ્ય અતિથિ વક્તવ્ય વખતે જ પડયાં
- યુનિવર્સીટીમાં યોજાયેલ ત્રીજા દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહયા
- અમદાવાદના ડાયરેક્ટર ડૉ. નિલેશ એમ. દેસાઈ હતા
ગુજરાતની અગ્રીમ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક અને ગુજરાતની ઇન્દ્રશીલ યુનિવર્સીટીના ચેરમેન રાજીવ મોદી શનિવારે કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સીટીમાં યોજાયેલ ત્રીજા દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહયા હતા. ઇન્દ્રશીલ યુનિવર્સીટીના ચેરમેન રાજીવ મોદી સ્ટેજ ઉપર સ્પીચ આપવા માટે ઉભા થયા હતા ત્યારે ચાલુ સ્પીચ દરમ્યાન રાજીવ મોદીની અચાનક તબીયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
આ સમારોહમાં મુખ્ય અતિથિ ઈસરો, અમદાવાદના ડાયરેક્ટર ડૉ. નિલેશ એમ. દેસાઈ હતા. આ કાર્યક્રમમાં 05 પીએચડીના વિદ્યાર્થીઓ સહિત 287 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી.સાથે પ્રેસિડેન્ટ મેડલ તતથા વિવિધ વિર્ધાશાખાના 07 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,27 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્દ્રશીલ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ રાજીવ આઇ મોદી દ્વારા 3જો દીક્ષાંત સમારોહ ખુલ્લો મુક્યો હતો.