ગાંધીધામના પડાણા નજીક આવેલા એક પ્લાયવુડના યુનિટમાં આગ ફાટી નીકળવાની ઘટના બની છે. અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ ડીપીએ-કંડલા સહિત ફાયર ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. મહત્વનું છે કે આગ જે સ્થળે લાગી તેની નજીકમાં જ એક પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે આગની ઘટનાને પગલે લાખો રૂપિયાનું નુકસાન ટીમ્બર યુનિટમાં થયું છે.
Source link