કચ્છ: ધોરડોમાં રણોત્સવ સાથે ‘સખી ક્રાફ્ટ બજાર’નું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલે સખી મંડળની બહેનો સાથે કરી મુલાકાત

HomeGandhinagarકચ્છ: ધોરડોમાં રણોત્સવ સાથે 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલે સખી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગાંધીનગર: ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બહેનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે. પણ આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્ષ-સીના મેળાઓ, ટૂરિઝમના કાર્યક્રમો વગેરેમાં પણ જગ્યા મેળવીને સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વખતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કચ્છના ધોરડોમાં ઉજવાતા રણોત્સવમાં 14મી ડિસેમ્બર 2024 થી 31મી જાન્યુઆરી 2025 સુધી સખી બહેનો માટે સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજારમાં સ્વસહાય જૂથના બહેનોની હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટે કુલ 100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ગુજરાત રાજ્યની સખી બહેનોના 60 સ્ટોલ્સ અને અન્ય રાજ્યોની સખી બહેનોના 40 સ્ટોલ્સ હશે, જે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનના અનોખા સંયોજનને પ્રસ્તુત કરશે. સખી ક્રાફ્ટ બજારનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં દર 15 દિવસે સ્ટોલ બદલાશે, એટલે કે કુલ 300 સ્વસહાય જૂથને આ ઇવેન્ટ દ્વારા સીધું માર્કેટ મળશે.

News18

અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લેવામાં આવી. તેમજ સખી મંડળની બહેનો સાથે તેમના વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈ તેમના કૌશલ્ય અને કાર્યને પ્રોત્સાહન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગામડાની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. સખી મંડળો દ્વારા મહિલાઓના જીવનમાં ભૌતિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

દર વર્ષે અહીં દેશ-વિદેશથી પ્રવાસીઓ રણોત્સવ માણવા આવે છે ત્યારે આ વર્ષે સખી ક્રાફ્ટ બજાર તેમાં એક વિશિષ્ટ આકર્ષણ બનશે જ્યાં દેશભરમાંથી અનોખી હસ્તકલા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી કળાકૃતિઓનું સખી બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે.

સખી ક્રાફ્ટ બજાર કળાપ્રેમીઓ, સંગ્રાહકો અને હસ્તકલાની વસ્તુઓને પસંદ કરનારા માટે ખજાનો સાબિત થશે. હસ્તકલા અને હાથવણાટથી લઈને માટીની વાસણો, જ્વેલરી અને હોમ ડેકોર જેવી અનેક પ્રકારની વસ્તુઓનું અહીં વેચાણ થશે.

સખી ક્રાફ્ટ બજારના મુખ્ય આકર્ષણો: શોપિંગ સાથે આનંદ અને અનુભવનો અનોખો સંમેલન

  1. થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાગાથાઓ અને તેમના કારગત કાર્યનું પ્રદર્શન

  2. કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.

  3. કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.

  4. લાઈવ વર્કશોપ:

  •  માટીકામ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું નિર્માણ

  •  હેન્ડલૂમ ઉત્પાદનોની તૈયારી

  •  ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો જેમ કે પેપર બેગ અને નારિયેળના છાલના શિલ્પો

  •  લોકલ ખાદ્ય પદાર્થોની પ્રત્યક્ષ બનાવટ વગેરે જેવી વર્કશોપ કરવામાં આવશે.

  1. સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરાશે.

  2. પ્રેરણા પ્રવાસ: સ્વસહાય જૂથના બહેનો માટે પ્રેરણાદાયી પ્રવાસનું આયોજન જેમાં નવા મંચ, નવી ટેકનિક વિશે જાગૃત કરવામાં આવશે.

  3. ગ્રામ વિકાસના વિવિધ પ્રોજેક્ટ, જેમ કે રણોત્સવમાં સફાઇ અભિયાન દ્વારા લોકોને જોડવા.

ઉલ્લેખનિય છે કે, કચ્છમાં યોજાનાર સખી ક્રાફ્ટ બજાર માત્ર એક બજાર નથી. પરંતુ તે હસ્તકલાકારોના ઊજવણી માટેનું મંચ છે. કચ્છના રણની અજોડ સુંદરતાની વચ્ચે ગામની બહેનોની ભૂલાવી ન શકાય તેવી હસ્તકળા માણવા એક વાર જરૂરથી મુલાકાત લેવી જોઈએ.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon