- ભાજપના ઉમેદવાર માટે PM મોદીની સભા
- અપરંપાર ઈચ્છા શક્તિની આ ધરતી છેઃ PM
- આજે કચ્છ તેજગતિથી દોડી રહ્યું છેઃ PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતમાં જંગી સભાઓ કરી રહ્યા છે. આજે PM મોદીએ પાલીતાણામાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી તેઓએ અંજારમાં સભાને સંબોધન કર્યું હતું. હવે તેઓ જામનગર જવા રવાના થયા છે. જ્યાં સભાને સંબોધન કરી રાજકોટ જશે.
ઘરે જઇને વડીલોને પ્રણામ કરીને મારા નમસ્કાર કરવાના છે: PM મોદી
PM મોદીએ મુંજા કચ્છી ભા ભેંણો કિ આઇ યો. કચ્છીમાં બોલીને ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે, તમને અંગત કામ આપુ છું, ઘરે જઇને વડીલોને પ્રણામ કરીને મારા નમસ્કાર કરવાના છે. તમારે વધુમાં વધુ મતદાન કરાવીને બધા રેકોર્ડ તોડવાના છે. આ ચૂંટણી હું નહીં તમે લડો છો, મને ખબર છે કચ્છમાં કમળ ખીલવવાનું તમે નક્કી જ કરી લીધું છે. વિકાસમાં કચ્છ આગળ વધી ગયું છે, હવે પાછળ વળીને જોવા જેવું નથી. આ કારણોથી કચ્છમાં નોકરી માટે વિદેશીઓ પણ આવવા લાગશે. જે ગ્રીન હાઇડ્રોજનનું અભિયાન મે ઉપાડ્યું છે, જેનાથી ગાડીઓ ચાલશે, વીજળી ઉત્પન્ન થશે એ કચ્છમાં બનવાનું છે. કચ્છ માછીમારો માટે પણ વિકસ્યું છે. જે કચ્છનું રણ મુસીબત લાગતું હતું તે ગુજરાતનું તોરણ બન્યું છે. મુન્દ્રા કાર્ગો હેન્લિંગમાં નંબર વન પર પહોંચ્યું છે, જે કચ્છની રોનક વધારે છે. કંડલામાં 25 વર્ષ પહેલાં 7 કરોડનું એક્સપોર્ટ થતું હતું, આજે 9 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે, હવે તમને મોદી ગમે જ ને, બધાને વિકાસ જોઇએ છે. કચ્છના કેટલાક વિસ્તારનો એટલો ભાવ છે જેટલો મુંબઇનો પણ નથી. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે કચ્છનો આટલો વિકાસ થશે. જે નામને કોંગ્રેસીયાઓએ દબાવી દીધુ હતું એ શ્યામજી કૃષ્ણ વર્માની વાત ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. કોંગ્રેસીયાઓને કચ્છ બોજ લાગતું હતું, મને કચ્છમાં તાકાત દેખાઇ.
કોંગ્રેસીયાઓને કંઇ વિકાસ જ કરવો ન હતો: PM મોદી
આ બધુ પહેલાં પણ થઈ શકતું હતું પણ કોંગ્રેસીયાઓને કંઇ વિકાસ જ કરવો ન હતો. જેમ અહીં ઘોરડો છે તેમ ચીનની સીમા પર વાણા ગામ છે, મે ત્યાં પણ કહ્યું છે કે, આપણે વાયબ્રન્ટ વિલેજ બનાવવું છે. હું કહું છુ કચ્છ છેલ્લું ગામ નથી પહેલું ગામ છે. જે ભૂકંપે કચ્છને હલાવી નાખ્યું, એ જ કચ્છ અત્યારે અડિખમ ઊભું છે. પ્રવાસી આવે એટલે આવક વધે જ, આજે ખાલી રણોત્સવ જોવા જ પાંચ લાખ લોકો આવે છે. જ્યારે હું કચ્છમાં મોટા રોડ બનાવતો હતો ત્યારે કોંગ્રેસીયા મારી મજાક ઉડાવતા મને કહેતા આટલા મોટા રોડ કચ્છને શું કરવા છે, મે કહ્યું આ રસ્તાઓથી જ આખી દુનિયા કચ્છ જોવા આવશે. મનોરંજનના સાધનો વિકસાવ્યા, નવા રોડ બનાવ્યા અને એ પણ મોટા જ બનાવ્યા. શું નથી કચ્છમાં? આખી દુનિયા કચ્છ જોવા આવે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આખુ રાજસ્થાન જોવા જેટલા દિવસો જોઇએ એટલાથી વધુ દિવસો કચ્છ જોતા થાય એટલા પર્યટન સ્થળો વિકસાવ્યા. કોઇએ કલ્પના પણ ન હતી કરી એટલો કચ્છમાં પર્યટન ક્ષેત્રે વિકાસ થયો છે. માતાઓના નામે ઘર આપ્યા તો કોરોના સમયે એમના આશીવાર્દથી આપણે લડી શક્યા છીએ. ભૂકંપ પછી મે મારૂ સંપૂર્ણ ધ્યાન કચ્છ તરફ આપ્યું અને વધુમાં વધુ મકાન કચ્છમાં બનાવ્યા છે. જેટલા 70 વર્ષમાં દેશમાં ઘર નથી બન્યા એટલા અમે 27 વર્ષમાં ગુજરાતમાં બનાવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ઘર મળ્યા અને ઘર એટલે કોંગ્રેસના જમાનાના નહીં, આધુનિક ઘર મળ્યા અને મારી માતાઓ માલિક બની છે. આ સાથે આપણી બહેનોનું જીવન આસાન થાય તે માટે પણ કામ કરવું છે. જેમ માણસોના આધારકાર્ડ છે એમ પશુઓનો ઓળખ આપવાનું વિચારી રહ્યા છીએ. પી.એમ કિશાન યોજનાથી ખેડૂતોને લાભ મળ્યો અને પશુપાલન વ્યવ્યસાયને પ્રોત્સાહન મળ્યું છે. કચ્છના પશુપાલકોને હવે પાણી મળ્યું તો 100-100 કિ.મી દોડવું પડતું નથી. અહીં બન્નીની ભેસની પણ દુનિયામાં ચર્ચા થઇ રહી છે. મિલેટીયન વર્ષથી આખી દુનિયામાં ગુજરાત અને કચ્છ દેખાશે. પોષણ માટે જાડુ અનાજ કામમાં આવે તે માટે આપણે 2023માં મિલેટીયન વર્ષ મનાવશુ, જાડુ અનાજ એટલે જવાર, બાજરી જેવા અનાજ. કચ્છમાં જવાર, બાજરી જેવા અનાજ પાકતા આપણે નક્કી કર્યું અને બાગાયતી ખેતી ચાલું કરી છે. અમે લોકો વાતો ના વડા કરવાવાળા નથી, અમે કચ્છના રોટલા ખાધા છે.
કોંગ્રેસ એટલે કોણ? કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન: PM મોદી
હું મુખ્યમંત્રી બન્યો અને મે સોગંધ લીધા કે પાણી તો આપવું જ અને આપ્યું પણ છે. કચ્છમાં પાણી ન પહોંચે એના માટે જે ષડયંત્ર કરતું હતું, કોંગ્રેસની એની જોડે ભાઇબંધી હતી. કોંગ્રેસ એટલે કોણ? કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન. કચ્છ મારૂ પાણીદાર બન્યું છે, ત્યારે કોંગ્રેસને ઝીણવટ પૂર્વક જોવાની જરૂર છે. હવે કચ્છના છેવાડાના ગામડાના પાણીમાં પહોંચ્યું છે, આ મોદી જ કરી શકે છે. પહેલાં કચ્છમાં જ્યારે આવું ત્યારે 50 લોકો મળ્યા હોય એમાં 49 લોકો નર્મદાની વાત કરતા હતા. કચ્છએ 2022માં નિર્ણય કર્યો હતો કે મોદી સાથે ચાલવું છે અને મોદીએ કચ્છ સાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો. આ ચૂંટણીમાં આપણે 5 વર્ષનો નહીં 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. જેને વહેમ હોય તે કચ્છની વિકાસ યાત્રા જોઇ લે, અમે વિકસીત ભારત બનાવીને રહીશું. 100 વર્ષે અમૃતકાળમાં ભારત વિકસીત થાય એ માટે આપણે કામ કરવાનું છે. આઝાદીના 75 વર્ષ આપણે ઉજવ્યા, 100 વર્ષ થશે ત્યારે 25 વર્ષનો અમૃતકાળ ઉજવીશું. કચ્છ બેઠું પણ થયું અને આખા ભારતમાં તેજ ગતિથી દોડી રહ્યું છે. 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને તબાહી મચી ત્યારે લોકો કહેતા કચ્છ બેઠું નહીં થાય. હું દિલ્હીમાં હોઉ તો પણ મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે. આ કચ્છની ધરતી કૌશલ્યની ધરતી છે, ઇચ્છાની ધરતી છે.