વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું. બપોર બાદ વરસાદી વાદળો ઘેરાયા હતા, જે સાંજ પડતા સમયે વરસાદ બનીને વરસ્યા. ચોમાસામાં જેવું ઝાપટું પડે એવું ભરઉનાળે વરસાદ વરસ્યો. પશ્ચિમ કચ્છમાં મોડી સાંજે અચાનક જ માવઠું ત્રાટકતા ખેડૂતો દોડતા થઈ ગયા. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં. કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઉભા પાક પર ખતરો મંડરાયો. જોકે કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી. વાતાવરણમાં પલટો આવતા ભુજ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Source link