Last Updated:
રમઝાન માસની સાથોસાથ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે લોકો ભારે ખોરાક ખાવાને બદલે ફળો ખાવાનું પસંદ કરે છે. પરંતુ કચ્છવાસીઓને ફળો ખાવા મોંઘા પડશે. કારણ કે શહેરના બજારમાં ફળોના ભાવમાં 20%નો વધારો નોંધાયો છે.
કચ્છ: ઉનાળાની કાળજાળ ગરમી શરૂ થતાં જ કચ્છના બજારમાં ફળોના ભાવમાં 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલા રમઝાન માસ દરમિયાન ફળો અને ફ્રૂટની માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
ઉનાળામાં લોકો ભારે ભોજનની જગ્યાએ ફળ ખાવાનું વધારે ખાવાનું પસંદ કરે છે. ગરમીથી રાહત મેળવવા અને હીટવેવથી બચવા માટે ફ્રૂટ જ્યુસનું સેવન પણ વધી જાય છે. આના કારણે ફળોની માંગ વધે છે અને પરિણામે ભાવમાં પણ વધારો થાય છે.
ફળોના ભાવ વધારાનું કારણ
રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો શહેરી અને ઇફ્તારીમાં ફળ અને ફ્રૂટનું સેવન વધારે કરે છે. તરબૂચ, શક્કરટેટી, કેળા, દ્રાક્ષ, દાડમ, ચીકુ જેવા ફળોની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે ભાવમાં વધારો થાય છે.
લોકલ 18 સાથે વાત કરતા ફળના વેપારી કાનજી રાઠોડે જણાવ્યું કે, એક મહિના પહેલાંના ભાવની સરખામણીએ હાલ ફળોના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે એટલે મુસ્લિમ બિરાદરો ઇફ્તારી અને શહેરીમાં ફળ વધુ ખાય છે. જેથી ફળોની માંગ વધી છે. આ સિવાય પુરવઠો ઓછો હોવાને કારણે પણ ભાવમાં વધારો થયો છે.
કયા ફળનો કેટલો ભાવ
દ્રાક્ષનો ભાવ પહેલા 60થી 70 રૂપિયા કિલો હતો. જે હવે 100થી 120 રૂપિયા કિલો થઈ ગયો છે. શક્કરટેટીનો ભાવ પહેલા 20થી 30 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 50થી 60 રૂપિયા કિલો થઈ ગયો છે. તરબૂચનો ભાવ પહેલા 20થી 30 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 40થી 50 રૂપિયા કિલો થઈ ગયો છે. કેળાનો ભાવ પહેલા 25થી 30 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 50થી 60 રૂપિયા કિલો થઈ ગયો છે. દાડમનો ભાવ પહેલા 50થી 60 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 100થી 120 રૂપિયા કિલો થઈ ગયો છે.
આ પણ વાંચો: ઉનાળામાં માટલાનું પાણી પીવું કે ફ્રિજનું? જાણો શરીર માટે કોણ વધારે લાભદાયી
ચીકુનો ભાવ પહેલા 40થી 50 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 80થી 100 રૂપિયા કિલો થઈ ગયો છે. સફરજનનો ભાવ પહેલા 150થી 160 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 200થી 220 રૂપિયા કિલો થઈ ગયો છે. સંતરાનો ભાવ પહેલા 50થી 60 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 80થી 90 રૂપિયા કિલો થઈ ગયો છે.પપૈયાનો ભાવ પહેલા 30થી 40 રૂપિયા કિલો હતો. જેનો ભાવ હવે 50થી 60 રૂપિયા કિલો થઈ ગયો છે.
March 19, 2025 11:54 AM IST