આણંદ: તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર અકસ્માત થયાની ઘટના બની છે. વડદલા પાટીયા નજીક વહેલી સવારે ભયાનક અકસ્માત થતાં 3 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયાં હતા. બનાવ અંગેની મળતી વધુ વિગત પ્રમાણે રાજકોટથી સુરત તરફ એક ખાનગી બસ જઈ રહી હતી…