![]()
અમદાવાદ,બુધવાર,25
જુન,2025
અમદાવાદમાં દિવસભરના અસહય ઉકળાટ પછી વાતાવરણમાં એકાએક પલટો
આવ્યો હતો.ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે અનરાધાર વરસાદ વરસી પડયો હતો. ખાસ કરીને
મણિનગર વિસ્તારમાં સાંજે ૭થી ૮ના એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા નિચાણ વાળા
અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.લોકોની દુકાન અને મકાન સુધી વરસાદી
પાણી ફરી વળતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. મણિનગરમાં આવેલા દક્ષિણી
અંડરપાસતથા કુબેરનગર અને મીઠાખળી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશને બંધ
કર્યો હતો.રાતના નવ કલાક સુધીમાં મણિનગરઅને ઓઢવમાં સૌથીવધુ ચાર ઈંચ વરસાદ ખાબકતા
સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ઓઢવ ફાયર સ્ટેશન આસપાસનો સમગ્ર વિસ્તાર
જળબંબાકાર થઈ ગયો હતો.પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં કમરથી ઉપરના ભાગ સુધી
વરસાદી પાણી ભરાયા હતા.ઓઢવના અંબિકાનગર પાસે ખાડામાંએક વ્યકિત ગરકાવ થતા ફાયર
વિભાગ દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.સરેરાશ ૩૬.૫૩ મિલીમીટર વરસાદ સાથે
મોસમનો ૧૨.૮૪ ઈંચ વરસાદ થયો હતો.
બુધવારે સાંજના સુમારે વરસેલા ભારે વરસાદની સૌથી વધુ અસર
મણિનગર ઉપરાંત વટવા ઉપરાંત ઓઢવ,ચકુડીયા, વિરાટનગર તેમજ
નિકોલ,રામોલ
અને કઠવાડા જેવા વિસ્તારમાં જોવા મળી હતી. આ વિસ્તારોમાં ગણતરીના સમયમાં જ એક
ઈંચથી વરસાદ થતા નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘર તરફ પરત ફરી રહેલા લોકોને અધવચ્ચે
જ વરસાદ બંધ થાય એની રાહ જોવાની ફરજ પડી હતી.બીજી તરફ શહેરની મધ્યમાં આવેલા
દાણાપીઠ વિસ્તારમાં પણ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. મણિનગર વિસ્તારમાં તો ભારે
વરસાદથી એટલી હદે પરિસ્થિતિ વણસી હતી કે,લોકોએ
જાતે જ તેમની દુકાન અને મકાન સુધી પહોંચી ગયેલા વરસાદના વિડીયો બનાવી સોશિયલ
મિડીયા ઉપર વાઈરલ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલવાની ફરજ પડી હતી. મેમ્કો
અને નરોડામા પણ વરસાદી વાતાવરણની વચ્ચે અડધા ઈંચથી વધુ વરસાદ માત્ર એક કલાકના
સમયમાં વરસી પડયો હતો.સૈજપુરમાં આવેલા ગરનાળા સહિત મેમ્કો વિસ્તારમાં વરસાદી પાણી
ફરી વળ્યા હતા. રાત્રિના ૮.૫૪ કલાકે ઓઢવ અંબિકાનગર પાસે આવેલી કેનાલમાં એક વ્યકિત
ગરકાવ થઈ હોવાનો કોલ મળતા ફાયર વિભાગે તેની શોધખોળ કરવા ઘટના સ્થળે ટીમ મોકલી
હતી.ઓઢવમાં આવેલા મોગલ માતાના મંદિર પાસે પાણી ભરેલા ખાડામાં એક યુવક પડતા તેની
શોધખોળ ફાયર વિભાગ દ્વારા શરુ કરવામાં આવી હતી.કુબેરનગર ઉપરાંત બંગલા એરીયા અને
ભાર્ગવ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.મોડી રાતના
૯.૧૫ કલાકના સુમારે બોપલ વિસ્તારમાં પણ વીજ કડાકા સાથે ભારે વરસાદ વરસી પડયો હતો.
અમદાવાદમાં કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મી.મી.)
મણિનગર ૧૨૧
ઓઢવ ૧૦૯
ચકુડીયા ૧૦૦
વિરાટનગર ૮૦
નિકોલ ૭૨
રામોલ ૬૦
કઠવાડા ૩૨
પાલડી ૩૮
ઉસ્માનપુરા ૪૩
વાસણા ૩૦
ચાંદખેડા ૧૭
રાણીપ ૨૦
બોડકદેવ ૨૫
મકતમપુરા ૨૬
સરખેજ ૧૮
જોધપુર ૨૧
દાણાપીઠ ૫૭
દૂધેશ્વર ૫૦
મેમ્કો ૯૦
નરોડા ૬૩
કોતરપુર ૨૭
વટવા ૫૮
સરેરાશ ૪૮.૨૨
[ad_1]
Source link

