કચ્છ: ધોરડો સફેદ રણથી પરત ફરી રહેલી કારનો ગજબ અકસ્માત થયો છે. ગોરેવાલી પાસે કારે બાઇકને અડફેટે લીધા છે. સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરની બાજુના ખાડામાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.