![]()
– વાહન આડે કુતરૂં આવી જતા અકસ્માત
– મહિલા એક્ટિવા લઈને માર્કેટિંગ યાર્ડ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : શહેરના નિર્મળનગર ખાતે રહેતી મહિલા આજે સવારના સમયે પોતાનું એકટીવા લઈને માર્કેટિંગ યાર્ડ જતા હતા ત્યારે એસટી વર્કશોપ પાસે એકટીવા આડે કુતરુ આવી જતા મહિલાનું એકટીવા સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થઈ હતી.મહિલાને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના નિર્મળનગર વિસ્તાર બ્લોક નંબર ૧૦૫ ખાતે રહેતા દક્ષાબેન ભૂપેન્દ્રભાઈ સલિયા ( ઉ.વ ૪૦ ) આજે સવારના સમયે પોતાનું એકટીવા લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે જઈ રહ્યા હતા.ત્યારે ચિત્રા એસટી વર્કશોપ પાસે પહોચતા એકટીવા આડે કુતરુ આવી ગયું હતું.અને એકટીવા સ્લીપ થઈ જતા મહિલાને ગંભીર ઇજા થતા સારવાર માટે સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
[ad_1]
Source link

