એવું તો શું થયું કે બેન તલાટીની ઓફિસમાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં?

0
14

નડિયાદ: કલેક્ટર કચેરીમાં આવેલી તલાટીની ઓફિસ પર નડિયાદના બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. કારણ કે જન્મના પ્રમાણપત્ર માટે આ સરકારી કચેરીઓ તેઓને છેલ્લા 25 દિવસથી સતત ધક્કા ખવડાવી રહી છે. સરકારી જવાબ સાંભળી સાંભળી, ધક્કા ખાઈ ખાઈને તેઓ કંટાળી ગયા છે. રીતસરના ત્રાસી ગયા છે. આણંદના લાંભવેલથી આ મહિલા છેલ્લા 25 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે એવો દાવો કરી રહ્યા છે. તેમનું કહેવું છે મારો જન્મ નડિયાદમાં થયો છે. એટલા માટે હું જન્મનું પ્રમાણપત્ર લેવા માટે પહેલા નગરપાલિકામાં ગઈ પરંતુ ત્યાં જૂના રજિસ્ટર ફાટી ગયા હોવાથી દાખલો ઉપલબ્ધ નથી એવો જવાબ મળ્યો મને સેવાસદનમાં જવાનું કહ્યું પરંતુ અહીંકર્મચારીઓ દરરોજ અલગ અલગ બહાના આપે છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here