Air India Plane Crash: ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઇ ગઇ હતી. અકસ્માત સમયે તેમાં 242 લોકો સવાર હતા. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાયલટે અકસ્માત પહેલા જ સિગ્નલ આપી દીધું હતું. મહત્વની માહિતી એવી છે કે વિમાન ક્રેશ થાય તે પહેલા જ નજીકના એટીસીને સિગ્નલ મોકલવામાં આવ્યું હતું.
વિમાને બપોરે 1:39 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રન-વે નંબર 23 પરથી ઉડાન ભરી હતી. જેવું તે ઉપડ્યું કે તરત જ તેણે નજીકના એટીસીને MAYDAY કોલ આપ્યો હતો. જોકે આ પછી ફ્લાઈટ તરફથી એટીસીને કોઈ જ સિગ્નલ ગયું ન હતું અને થોડી સેકન્ડ બાદ વિમાન એરપોર્ટ પરિસરની બહાર જ ક્રેશ થયું હતું.
શું છે MAYDAY કોલ?
MAYDAY કોલ એ કોઈપણ વિમાનનો એક ઇમરજન્સી મેસેજ હોય છે. આ સંદેશ પાઇલટ નજીકના એટીસીને મોકલે છે. જ્યારે વિમાન ક્રેશ થવાનું હોય અથવા મુસાફરો કે ક્રૂના જીવ જોખમ હોય છે. જ્યારે પણ વિમાનનું એન્જિન ફેલ થાય છે, આગ લાગે છે, હવામાં ટકરાવનો ખતરો હોય છે અથવા હાઇજેકની સ્થિતિ સર્જાય છે, ત્યારે તરત જ પાઇલટ નજીકના એટીસીને MAYDAY કોલ મોકલે છે. MAYDAY કોલનો અર્થ એ છે કે તેમને તાત્કાલિક સહાયની જરૂર છે. આ કોલ હેઠળ, તે રેડિયો પર ત્રણ વખત બોલવામાં આવે છે – MAYDAY, MAYDAY, MAYDAY …
આ પણ વાંચો – અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો લાઇવ વીડિયો સામે આવ્યો
એટીસીને MAYDAY કોલ આવે કે તરત જ સંબંધિત ફ્લાઇટને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિમાનની મદદ માટે એરપોર્ટ પર હાજર તમામ સંસાધનો તૈનાત કરવામાં આવે છે. આમાં ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવી, રન-વે ક્લિયર કરવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય એક શબ્દાવલી છે જેને PAN PAN કોલ કહેવાય છે. તે MAYDAY કરતા ઓછી ગંભીર સ્થિતિ માનવામાં આવે છે.
[ad_1]
Source link