- એન.ડી.આર.એફની ટીમ દ્રારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
- ટીમે વિવિધ શેરીઓ અને મહોલ્લાઓની તે અંગેની વિગતો મેળવી
- તળાજા ડે. મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં હતાં
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ બાય છે. ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં
મહુવા અને તળાજા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી.