એક સમય ખાલી રહેતી શાળા બાળકોથી ભરાઈ ગઈ-Saniyalipura sub-school of Dhunsol village in the hinterland of Lakhni is a school that rivals a private school in the city. – News18 ગુજરાતી

HomeDeesaએક સમય ખાલી રહેતી શાળા બાળકોથી ભરાઈ ગઈ-Saniyalipura sub-school of Dhunsol village...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

બનાસકાંઠા: જિલ્લામાં આવેલા સરહદી પંથકમાં અનેક સરકારી શાળાઓ આવેલી છે. આ શાળાઓ શહેરની ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી શાળાઓ છે. ત્યારે લાખણીના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધુણસોલ ગામની સણીયાલીપુરા પ્રાથમિક શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની સુવિધાઓ છે તે અહીં જાણીએ.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામીણ વિસ્તારની શાળાઓ શહેરની ખાનગી શાળાઓને ટક્કર મારે એવું કાર્ય કરી રહી છે. ત્યારે લાખણીના અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરાઈ છે. આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવું કાર્ય પણ કરવામાં આવે છે.

News18

ધુણસોલની પેટાશાળા સણીયાલીપુરા પ્રાથમિક શાળા ખેતરોની વચ્ચોવચ આવેલી છે. શાળાનું વાતાવરણ રમણીય છે. શરૂઆતમાં આ શાળામાં સુવિધાનો અભાવ હોવાથી બાળકો શાળાએ આવતા ન હતા.

News18

પરંતુ આ શાળાના આચાર્ય દશરથભાઈ ચેનવા અને અન્ય શિક્ષકો દ્વારા બાળકોને શાળામાં લાવવા ગમ્મત સાથે શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આવું કરવાથી આ શાળામાં બાળકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. હાલ આ શાળામાં કુલ 119 બાળકો અભ્યાસ કરે છે.

News18

આ પેટા શાળામાં શિક્ષણ મેળવતા બાળકો નાનપણથી પૈસાની બચત કરી શકે તે માટે આ શાળામાં ‘ચિલ્ડ્રન બેંક’ પણ બનાવવામાં આવી છે. જાતે જ બાળકો હિસાબ કિતાબ કરી ખરીદી કરી શકે તે માટે આ શાળામાં ‘રામ હાર્ટ’ બનાવવામાં આવ્યું છે. આ શાળામાં બોલતી દિવાલો બનાવવામાં આવી છે જેથી બાળકો ફ્રી સમયમાં જાતે જ દિવાલ પરથી શિક્ષણ મેળવી શકે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon