એક વાર વાવેતર અને બારે માસ આવક, આ ખેડૂતની જેમ કરો તુવેર પાકની ખેતી

0
14

ભરૂચ: જિલ્લામાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત દિલીપભાઈ નરસિંહભાઈ પટેલ છેલ્લા 25-30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 10 પાસ કર્યું છે. હાલ ખેતીમાં ખેડૂત સાથે તેમના પરિવારના સભ્યો મદદરૂપ બની રહ્યા છે. ખેડૂતે ખેતીમાં તુવેર, ભીંડા, પાપડી, ગવારસીંગ, ચીભડાં સહિતના આંતરપાકની પોણા બે વીઘા જમીનમાં ખેતી કરી રહ્યા છે.

સાવણીયા જાતની તુવેરનું બારે માસ ઉત્પાદન

ખેડૂતે પોતાની પોણા બે વીઘા જમીનમાં સાવણીયા જાતની તુવેરની ખેતી કરી છે. આ તુવેરનું ઉત્પાદન બધી સીઝન એટલે કે, બારે માસ મળી રહે છે. આ તુવેરને બારમાસી તુવેર પણ કહેવાય છે. ખેડૂત પોતાનું જ બિયારણ બનાવી તેનો વપરાશ કરે છે. ખેડૂત તુવેર સહિતની આંતર ખેતીમાં માવજત તરીકે ખાતરમાં બાયોની દવા યુરિયા સહિતનો વપરાશ કરે છે.

News18

સાવણીયા જાતની તુવેર 90 દિવસમાં તૈયાર

ખેડૂતે 3થી 4 મહિના પહેલાં આ જાતની તુવેરનું વાવેતર કર્યું હતું. સાવણીયા જાતની તુવેર 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. ત્યાં સુધી તેઓ રોકડિયા પાક તરીકે પાપડી, ભીંડા, ગવારસિંગ, ચીભડાની ખેતીમાં ખેડૂત ઉત્પાદન મેળવે છે અને તેમાંથી આવક મેળવે છે, ત્યારબાદ ખેડૂતનો તુવેરનો પાક તૈયાર થઈ જાય છે. સાવણીયા જાતની તુવેર તૈયાર થઈ ગયા બાદ દર 4થી 5 દિવસના અંતરે તેને તોડવામાં આવે છે, જેના પ્રતિ કિલોના ભાવ 35થી 40 રૂપિયા ચાલે છે. દર 4થી 5 દિવસના અંતરે ખેડૂતને 40થી 50 કિલો તુવેર પાકનું ઉત્પાદન મળી રહે છે.

News18

સાવણીયા જાતની તુવેરની ખેતી કરી ખેડૂતે મેળવ્યું સારું ઉત્પાદન 

ખેડૂત દિલીપભાઈએ જણાવ્યું હતું કે, તેમણે ઉગાડેલો તુવેરનો પાક એક વર્ષનો છે. તુવેરના માર્કેટ ભાવ પ્રતિ મણનો હાલ 700થી 800 રૂપિયા ચાલી રહ્યો છે. ખેડૂતને એક વીઘા જમીનમાંથી 8થી 10 મણ ઉત્પાદન મળી રહે છે. આમ ખેડૂતને પોણા બે વીઘા જમીનમાંથી 17 મણ કરતા વધુ ઉત્પાદન મળી રહે છે. ખેડૂત દિલીપભાઈ નરસિંહભાઈ પટેલ ભરૂચ તેમજ અંકલેશ્વર માર્કેટ ખાતે તુવેરનો પાક આપે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here