નડિયાદ: શહેરમાં આવેલા અને આસ્થાના પ્રતિક સમાન સંતરામ મંદિર પણ દર વર્ષની જેમ પરંપરાગત રીતે એક લાખ અગિયાર હજાર દિવડાથી ઝગમગી ઉઠ્યું હતું. સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા એક લાખ અગિયાર હજાર દીવડાઓની રોશની કરવામાં આવી હતી. આ અલૌકિક અને દિવ્ય રોશનના દર્શનનો લ્હાવો લેવા 50 હજારથી વધારે ભાવિક ભ…