અમરેલી: મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. નાના મોટા કામ કરીને ઘરમાં આર્થિક રીતે મદદ કરી રહી છે. મહિલાઓ ખેતી ઉપરાંત નાના પાયે બિઝનેસ પણ કરે છે અને સારી આવક મેળવે છે. અમરેલીના ભૂમિકાબેન મૌલિકભાઈ કોટડિયા નાના પાયે બિઝનેસ કરી રહ્યા છે. ભૂમિકાબેનના પતિની જમીન ધારી રોડ ઉપર આવેલી છે. અહીં ત્રણ ગીર ગાય રાખી છે. ગાયના દૂધ, ઘી અને માખણનું વેચાણ કરે છે. આ ઉપરાંત ગાયના ગોબરમાંથી વિવિધ વસ્તુઓ બનાવી વેચાણ કરે છે અને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યાં છે.
અમરેલીના ભૂમિકા મૌલિકભાઈ કોટડિયાએ એમ.બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. ધારી રોડ ઉપર પોતાના ફાર્મ છે. અહીં ત્રણ ગીર ગાય રાખી છે અને ગીર ગાય થકી વ્યવસાયની શરૂઆત કરી છે. ભૂમિકાબેને જણાવ્યું હતું કે, ‘‘હાલના સમયમાં નોકરી મેળવવી અઘરી છે. પોતાના લગ્ન થયા બાદ પતિ સાથે રહીને ઉદ્યોગ કરી રહ્યા છે. આ ઉદ્યોગને વિકસાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. ત્રણ ગીર ગાય રાખી છે. ગીર ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. ગાયના છાણમાંથી દીવડા, ગળામાં પહેરવાની માળા, હાથમાં પહેરવાના કાંડા, ગણપતિજીની મૂર્તિ, ઝુમ્મર, લેશ પટ્ટા વગેરે બનાવવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે. ઝુમ્મરમાં ગાય, કૃષ્ણ ભગવાનની કૃતિઓ બનાવવામાં આવે છે. તેમજ કલર કરવામાં આવે છે. આ બિઝનેસમાં મહેનત કરી રહ્યા છે.’’
ભૂમિકાબેને વધુમાં જણાવ્યું હતું કે, ‘‘ત્રણ ગીર ગાય દ્વારા ગૌમૂત્ર અને છાણમાંથી આ અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે જેમાં મહિને 10 થી 12 હજાર રૂપિયા સુધીની આવક થાય છે અને આ ઝીરો ખર્ચ થાય છે. સામાન્ય રીતે પોતાના મહેનત અને મજૂરીનો ખર્ચ જ થાય છે. અન્ય કોઈપણ પ્રકારનું વસ્તુ કે અન્ય કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી જેથી સો ટકા નફાકારક આ ઉદ્યોગ થઈ રહ્યો છે અને આગામી સમયમાં આનું વેચાણ વધશે તો મહિને 30 થી 35 હજાર રૂપિયા સુધીની કમાણી થશે. હાલ આ તમામ વસ્તુઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સુધી વેચાણ કરવામાં આવે છે.’’
આ પણ વાંચો:
હેન્ડબોલ સ્પર્ધામાં છાત્રાઓનો દબદબો, એક વર્ષમાં 24 ગોલ્ડ મેડલ જીત્યા
આ ઉપરાંત ગાય દૂધ, ઘી અને માખણનું વેચાણ કરવામાં આવે છે. ગીર ગાયના એક કિલો ઘીનો ભાવ 2000 રૂપિયા છે. દેશી ગાયના એક કિલો ઘીનો ભાવ 1200 રૂપિયા છે. તેમજ એક કિલો માખણનો ભાવ 1200 રૂપિયા છે. મહિને 12 હજારથી લઈને 15 હજાર રૂપિયાની કમાણી થઈ રહી છે. તેમજ આગામી દિવસોમાં આવકમાં વધારો થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર