- રાધનપુર-સાંતલપુરમાં ઉનાળાની સાથે જ પાણીની બુમરાણ ઊઠી
- સીનાડ ગામના લોકો ડોહળુ પાણી પી રહ્યાં છે
- ત્યાં 10 દિવસથી પાણીનો બગાડી થઈ રહ્યો છે
ઉનાળાની શરૂઆત થતાની સાથે રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છેે.પાણીની મુશ્કેલી અનુભવતા ગામોના રહીશો પાણી માટે તંત્ર સમક્ષ પ્રબળ માંગ પણ કરી રહ્યાં છે પરંતુ કેટલીક જગ્યાએ પાણી પુરવઠાની ઘોર બેદરકારીને કારણે સરેઆમ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યોે છે. જ્યારે રાધનપુર તાલુકાના સીનાડ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના ચોખ્ખા પાણીની પારાયણ ઊભી થવા પામી છે. સીનાડના લોકો ન પી શકે તેવું ડોહળું પાણી છેલ્લા ઘણા દિવસથી પી રહ્યા છે. શુદ્ધ પાણી મળે તે માટે ગામલોકોએ અનેકવાર પાણી પુરવઠામાં રજૂઆત કરી પરંતુ આજદિન સુધી પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો નથી. આમ એક તરફ સીનાડ ગામે લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે સીનાડ અને સરદારપુરા ગામ વચ્ચે છેલ્લા દસ દિવસ કરતા વધારે સમયથી પાણી પુરવઠાના હવાસીયામાંથી હજાર લીટર પાણીનો બિન જરૂરી વેડફાટ થઈ રહયો છે.
આ બાબતે વીભાભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે અમારા ગામમાં એક માસથી ડહોળુ પાણી આવી રહયુ છે.આ બાબતે અનેકવાર પુરવઠા વિભાગમાં રજુઆત કરી પરંતુ આજસુધી કોઈ નિકાલ આવ્યો નથી.આમ એક તરફ અમો ગામલોકો પાણી માટે રાડબુમ કરીએ છીએ અને બીજી બાજુ સીનાડ અને સરદારપુરા વચ્ચે હવાસીયામાંથી બે ફુટ ઉપર પીવાનુ ચોખ્ખુ પાણી ઉછરી રહયુ છે.અને હજારો લીટર પાણીનો નકામો બગાડ થઈ રહયો છે.તો સીનાડ ગામે પીવાનુ ચોખ્ખુ પાણી આપવામાં આવે તેવી માંગ
ગોતરકા ગામે પીવાના પાણીની માંગ
રાધનપુર તાલુકાના ગોતરકા ગામના સરપંચ ઠાકોર રમેશભાઈએ જણાવ્યુ હતુ કે મારા ગામાં છેલ્લા ઘણા સમયથી પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી.પીવાના પાણીને કારણે ગામની મહિલાઓ ખુબ પરેશાની ભોગવી રહી છે.પાણી માટે એક કિ.મી દૂર મહિલાઓને પાણી ભરવા માટે જવુ પડી રહ્યું છે.અને બે-બે કલાક સુધી મહિલાઓ ઉભી રહે ત્યારે પાણી મળેશે.તો પાણી પુરવઠા વિભાગ ગોતરકા ગામે પૂરતું પાણી આપે તેવી હું લાગણી સાથે માંગણી કરીશું.