નવી દિલ્હીઃ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સના શેરમાં આજે પણ જોરદાર તેજી જોવા મળી છે. આ શેર તેના ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. ખાસ વાત તો એ છે કે, આજે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા હતા. કાલે એટલે કે, સોમવારે 16 ડિસેમ્બરના રોજ પેટીએમના શેર ત્રણ વર્ષમાં પહેલીવાર 1,000 રૂપિયાના આંકડાની પાર બંધ થયા હતા. 18 જાન્યુઆરી 2022ના રોજ બીએસઈ પર શેર 1,042.50 રૂપિયા પર બંધ થયા હતા. ત્યારબાદથી તે સતત 1 હજાર રૂપિયાની નીચે બંધ થયા હતા. આજે 0.91 ટકાની તેજીની સાથે 1,016.20 રૂપિયાના સ્તર પર બંધ થયા છે.
આજે કારોબાર દરમિયાન પેટીએમના શેર 3.12 ટકાની તેજીની સાથે 1,038.45 રૂપિયા સુધી પહોંચ્યા હતા. જ્યારે, નિફ્ટી 50 1.35%ના ઘટાડા સાથે 24,336.00 જ્યારે બીએસઈ સેન્સેક્સ 1.30 ટકા ગબડીને 80,684.45 પર બંધ થયો છે. પેટીએમમાં આ તેજી મુખ્ય રીતે જાપાની પેમેન્ટ કંપની પેપે કોર્પોરેશનમાં પેટીએમના સિંગાપુર એકમ દ્વારા ગત સપ્તાહમાં 2,364 કરોડ રૂપિયામાં કરવામાં આવેલા વેચાણના કારણે આવી છે. તેની પૈતૃક કંપનીનો રોકડ ભંડાર મજબૂત થયો છે. વર્તમાનમાં પેટીએમનું કેશ બેલેન્સ 10,000 કરોડ રૂપિયાથી વધારે છે.
આ પણ વાંચોઃ
એન્ટિક બ્રોકિંગે આપ્યો 1000 રૂપિયાનો ટાર્ગેટ, ખબર જાહેર થતા બેંગલોરની કંપનીના શેરમાં ધરખમ તેજી
પ્રોફિટબુકિંગની સલાહ
બિઝનેસ ટૂડેની એક રિપોર્ટ અનુસાર, સેબી રજિસ્ટર્ડ સ્વતંત્ર વિશ્લેષક એ આર રામચંદ્રનનું કહેવું છે કે, પેટીએમના શેરની કિંમતમાં તેજી છે, પરંતુ દૈનિક ચાર્ટ પર તે થોડો ઓવરબોટ પણ છે. તેનું આગામી રેજિસ્ટેન્સ 1047 રૂપિયા પર છે. રામચંદ્રને રોકાણકારોને વર્તમાન સ્તર પર પ્રોફિટબુકિંગની સલાહ આપી છે. તકનીકી રૂપથી, પેટીએમના શેરનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 70.9 પર છે, જે સંકેત આપે છે કે, તે ઓવરબોટ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. પેટીએમના શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 150 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ
લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટ પ્રીમિયમ 400ની પાર, આ IPO રોકાણકારો પર કરવાનો છે રૂપિયાનો વરસાદ
6 મહિનામાં 151 ટકા મજબૂત થયા શેર
પેટીએમના શેરમાં 1 મહિનામાં 32 ટકા જેટલી તેજી આવી છે. 6 મહિનામાં શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને આ ગાળામાં તેની કિંમત 151 ટકા મજબૂત થઈ છે. વર્ષ 2024માં હજુ સુધી પેટીએમના શેરનો ભાવ 60 ટકા વધ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર