Vinod Kambli Health News: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલીને તબિયત લથડતાં થાણે (ભિવંડી)ની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે ખુદ એકનાથ શિંદેએ આકૃતિ હોસ્પિટલના ડોકટરો સાથે પણ ચર્ચા કરી અને તેમને વિનોદ કાંબલીની સારવારમાં કોઈ કમી ન રહે તેની ખાતરી કરવા વિનંતી કરી હતી.
શિંદેએ ડૉક્ટરોને આપ્યા નિર્દેશ
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલ્યાણ લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમને 5 લાખ રૂપિયાની વ્યક્તિગત સહાયની જાહેરાત કરી છે. આ મદદ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી છે. કાંબલી થાણે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર માટે દાખલ છે, જ્યાં તેમને મંગળવારે તાવ આવ્યો હતો, પરંતુ તેમની હાલત હવે સ્થિર છે.
આ પણ વાંચોઃ 8 વર્ષની વયે અપહરણ થયું હતું, હવે 49 વર્ષ બાદ પરિજનો સાથે ભેટો થયો આઝમગઢની મહિલાનો
ડૉક્ટરોએ શું કહ્યું?
હોસ્પિટલના ડો. વિવેક ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાંબલી (52) પેશાબની નળીઓમાં ઈન્ફેક્શનની પણ સમસ્યા છે. જેના માટે તેમને શનિવારે (21 ડિસેમ્બર) ભિવંડી શહેર નજીકની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરની તબિયત પર નજર રાખતી મેડિકલ ટીમનું નેતૃત્વ ડૉ. વિવેક ત્રિવેદી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે દિગ્ગજ ક્રિકેટરનું એમઆરઆઈ કરવા માગતા હતા પરંતુ તેમને તાવ હોવાથી અમે યોજના પડતી મૂકી હતી. હવે આ મામલે નિર્ણય પછીથી કરવામાં આવશે.