- કર્મચારી તેમજ અધિકારીને અભદ્ર ગાળો અપાઈ
- લેખિત રજૂઆત કરાતાં ઊંઝા નું રાજકારણ ગરમાયું
- કથિત ધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઊંઝા નગરપાલિકાના આરોગ્ય કર્મચારીને ટેલીફેનિક અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમજ ચીફ્ ઓફ્સિરને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભડાટ મચી જવા પામ્યો છે. જેને લઇ આરોગ્ય કર્મચારી દ્વારા ચીફ્ ઓફ્સિર તેમજ કમીશ્નર મ્યુનિસિપલ એડ મિનિસ્ટ્રી ગાંધીનગરને વોર્ડ નંબર 6 ના સભ્ય પર કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરાતાં ઊંઝા નું રાજકારણ ગરમાયું છે.
ઊંઝા નગરપાલિકામાં પાતળી બહુમતી મેળવી શાસક પક્ષ સત્તામાં છે ત્યારથી અનેક વિવાદોથી ઘેરાયેલું છે. ત્યારે વધુ એક વિવાદ સર્જાતો સનસનાટી મચી જવા પામી હતી. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ઊંઝા નગરપાલિકાની આરોગ્ય ટીમ અંબાજી ખાતે સાફ્-સફઈનું કામ કરી રહી હતી. ત્યારે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર રાકેશ પ્રજાપતિ ઉર્ફે હતિયો પાલિકાના આરોગ્ય કર્મચારી જસ્મીન પટેલને ટેલીફેન કરી ગાળા ગાળી કરી તેમજ ચીફ્ ઓફ્સિરને અને આરોગ્ય કર્મચારીને જાનથી મારી નાખવાની કથિત ધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઊંઝા શહેર તેમજ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ બાબતે પાલિકાના આરોગ્ય કર્મચારી જસ્મીન પટેલે ચીફ્ ઓફ્સિર રવિકાંત પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ગાંધીનગરને વોર્ડ નંબર 6ના સભ્ય રાકેશ પ્રજાપતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.