- ગેટ નં.3 અને 4 પાસે તળાવમાં હજી 20 ટકા જેટલું પાણી
- તળાવ એક તરફથી ખાલી થતાં પશુઓ માટે આશીર્વાદરૂપ બન્યું
- વઢવાણા તળાવમાં હાલ પશુઓ ચરતા નજરે પડી રહ્યાં છે.
ડભોઈ તાલુકાની સરહદે સિંચાઈ માટેનું વઢવાણા તળાવ આવેલું છે. આ તળાવ ઉનાળો મધ્યાહને ખાલી થવા લાગ્યું છે. મળતી માહિતી અનુસાર હાલમાં માંજરોલ તરફ્ના વિસ્તારનું તળાવ સંપૂર્ણ ખાલી થયું છે. જોકે ગેટ નંબર ત્રણ અને ચાર પાસે હજી 20 ટકા જેટલું પાણી છે. તળાવ ખાલી થતા પશુઓ માટે આશીર્વાદરૂપ બન્યું. વઢવાણા ગામ પાસે ગાયકવાડ સરકારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે તળાવનું નિર્માણ કરાવ્યું હતું.
ચોમાસામાં વરસાદ પડે અને ઓરસંગમાં પાણીની આવક થાય ત્યારે જોજવા પાસેના આડબંધ નજીકથી ફીડર કેનાલ મારફ્તે વઢવાણા તળાવને ભરવામાં આવે છે. આ તળાવ મારફ્તે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પૂરું પડાય છે. તળાવના ડે.એન્જિનિયર મેહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વષે વઢવાણા તળાવ માંજરોલ બાજુએ ખાલીખમ છે. જો કે ગેટ 3-4 પાસે માત્ર 20 ટકા જ પાણી વધ્યું છે.