- પાલીતાણામાં તળેટીમાં ચાલતા ચાતુર્માસમાં મા.સા.ના આશીર્વાદ મેળવ્યા
- શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અંદાણીનું સન્માન કરાયું
- તીર્થના દર્શન બાદ ગૌતમ અદાણીએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી
આજે પાલીતાણામાં તળેટીમાં ચાલી રહેલ જૈન ચાતુર્માસમાં બિરાજમાન વૃષભ તીર્થોત્સવ પૂ.સા.શ્રી મયુરકલાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ચાલતું વિમલગીરી ચાતુર્માસ-2023માં ચાતુર્માસ લાભાર્થી અદાણી બબુબેન ચુનીલાલ નગીનદાસ પરિવાર દ્વારા તળેટીમાં આવેલ ઝાલોરી ભવન અને સમદડી ભુવન ખાતે પું.શ્રીના વંદન અર્થે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પાલીતાણા ખાતે પધાર્યા હતા. તથા બાદમાં તળેટી શાશ્વત તીર્થ પર માથું ટેકવ્યું હતું.
પવિત્ર શેત્રુંજય તીર્થના દર્શને આવેલા ગૌતમ અંદાણીનું પાલીતાણા જૈન સમાજના પ્રમુખ તેમજ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ શાંતિભાઈ મહેતા દ્વારા તેમનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ અવસરે પેઢીના સિનિયર મેનેજર અપૂર્વભાઈ શાહ, જો.મેનેજરશ્રી જીતુભાઈ લખાણી તેમજ શ્રીપાલભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમજ તીર્થના દર્શન બાદ ગૌતમ અદાણી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેવું જણાવ્યું હતું.