ઉદ્ઘાટનના બે દિવસમાં જ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો, વાવાઝોડા અને વરસાદથી ટેન્ટ સહિતનો સામાન ઊડી ગયો | Storm and rain disrupt Dharoi Adventure Fest in Gujarat

0
4

Dharoi Adventure Fest : ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વાવાઝોડું સાથે વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાની સ્થિતિમાં બાબસર-આંબાવાડા નજીક ધરોઈ બ્યુટિફિકેશન ખાતે ટેન્ટ ઊડીને વાહનો પર પડતા નાસભાગ મચી હતી. જ્યારે ઉદ્ધાટનના બે દિવસમાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે.

ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો

ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટ ચાલી રહ્યો છે, ત્યારે ફેસ્ટમાં તૈયાર કરાયેલા વિવિધ ડોમને વાવાઝોડા કારણે નુકસાન થયું હતું. 

આ પણ વાંચો: આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત, વડોદરા રેલવે સ્ટેશનનું ભારણ ઘટ્યું

ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં વાવાઝોડાની સ્થિતિની વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, અતિશય પવનના કારણે ફેસ્ટમાંના ડોમ, સ્ટેજ વેરવિખેર થઈ જાય છે. જ્યારે મુલાકાતીઓને ભારે પવન અને વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બે દિવસ પહેલા જ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ત્યારે વાવાઝોડાને લઈને ફેસ્ટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here