અમેરલીના સાવરકુંડલામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક ઉત્તરાયણના દિવસે નશાની હાલતમાં મોબાઈલ ટાવરની ટોચ પર જઈને બેસી ગયો હતો. જેથી આ ઘટનાને લઈને તે સમયે સ્થળ પર મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ હતી.
જેસર રોડ પર મફતપરા વિસ્તારમાં આવેલ મોબાઈલ ટાવર પર યુવક નશાની હાલતમાં ચડી ગયો હતો. જેથી લોકો પણ ત્યાં ચિંતામાં મુકાઈ ગયા હતા કે ક્યાંક યુવક ટાવર પરથી નીચે ના પડી જાય. યુવક બરાબર ટાવર પર ટોચ પર જઈને બેસી ગયો હતો.
યુવકને જોવા માટે મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આસપાસના લોકોએ ત્યાં યુવકને સમજાવવાની કોશિશ કરી તેમ છતાં તે નીચે ન ઉતર્યો જેથી લોકોએ પછી આ મામલે પોલીસને જાણ કરી હતી.
પોલીસે 2 કલાકની મહેનત અને સમજાવટ કરીને યુવકને સહી સલામત નીચે ઉતાર્યો હતો. જોકે ઉત્તરાયણના દિવસે બનેલી આ ઘટના હાલ જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. સાથે જ આ ઘટનાને લઈને લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાથી યુવક દારૂ પી ને ટાવર પર ચઢી ગયો હતો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોલીસે સ્થળ પર આવીને ભારે સમજાવટ કર્યા બાદ યુવકને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતાર્યો અને રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર