‘ઉડ્યા ઉડ્યા અમદાવાદથી વિમાન રે’ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતું ભજન વાયરલ, સાંભળીને તમે પણ રડી પડશો

    0
    9

    Last Updated:

    અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગરના જલારામ ભજન મંડળની મહિલાઓએ સ્વલિખિત ભજન ‘ઉડ્યા ઉડ્યા અમદાવાદથી વિમાન’ ટ્યુબ ચેનલ પર શેર કર્યું છે. આ દુઃખદ ભજન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને 7 દિવસમાં 11 લાખથી વધુ લોકોએ જોયું છે.

    સાંભળીને રડી પડશોસાંભળીને રડી પડશો
    સાંભળીને રડી પડશો

    Song for tribute to deads of plane crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થયા બાદ ચારેય તરફ શોકનું વાતાવરણ છવાયેલું છે. સૌ કોઈના મન અને હૃદય પર ઘટનાનો આઘાત હજુય વર્તાઈ રહ્યો છે. વિમાન દુર્ઘટનાને લઈ સૌ કોઈ પોતપોતાની રીતે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે હિંમતનગરના જલારામ ભજન મંડળની મહિલા આયોજકે સ્વલિખિત દુઃખદ ભજન તૈયાર કર્યું છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

    નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270થી પણ વધુ લોકોના મોતને લઈ ચોતરફ શોકનો માહોલ છવાયેલો છે. આ વિમાન દુર્ઘટનામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ચાર મહિલાઓએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યારે દુઃખદાયક ઘટના પર હિંમતનગરના સ્થાનિક ભજન મંડળની મહિલાએ દુઃખ વ્યક્ત કરતું ગીત લખી તેને ભજનના સ્વરમાં ગાયું હતું અને ટ્યુબ ચેનલ પર શેર કર્યું હતું.

    હિંમતનગર જલારામ ભજન મંડળની મહિલાઓએ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ‘ઉડ્યા ઉડ્યા અમદાવાદથી વિમાન…’ ટાઈટલ સાથે આ ગીત ભજન મંડળની ટ્યુબ ચેનલ પર શેર કર્યું હતું. જેને સાંભળતા તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આ વીડિયોને 7 દિવસમાં 11 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.

    ભજનીક મહિલાએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને જેને લઈ તેઓ મૃતકોના દુઃખ પર વીતી રહેલી ઘડીઓથી ચિંતામાં હતા. આવા સમયે તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની કળા મારફતે પ્રયાસ કર્યો હતો. જેને લઈ તેઓએ દુઃખદ ઘટના અંગે ભજન લખીને સ્વર આપ્યો હતો. જેને સોશિયલ મીડિયા પર શેર કરતા જ લોકો દુઃખ વ્યક્ત કરતા આ સ્વર અને શબ્દોને લાખોની સંખ્યામાં જોઈ અને અને સાંભળી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, આ મહિલા મંડળ હિંમતનગર શહેરના જલારામ મંદિર ખાતે સામાન્ય રીતે ભજન ગાતા હોય છે. તિથિ અને વાર-તહેવારે ભજન ગાવા માટે મહિલાઓ એકઠી થતી હોય છે અને મંડળ સ્વરૂપે તેઓ ધાર્મિક ભજન ગાતા હોય છે. તેમની યુ-ટ્યૂબ ચેનલ જોતા, તેના ઓપરેશન સિંદૂર સંબંધિત પણ એક ભજન મળી આવ્યું હતું. હવે આ જ મહિલાઓએ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ભજન ગાયું છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here