- ફિલ્મી ઢબે ચારેય ગાડીઓનો પોલીસે ઝડપી પાડી
- વિદેશી દારૂની 1452 બોટલો ઝડપી પાડી
- કુલ 27.14 લાખ નો મુદામાલ ઝડપી પાડ્યો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાબરકાંઠા એલસીબીને માહિતી મળી હતી કે, રાજસ્થાન બાજુથી મોટી માત્રા માં વિદેશી દારૂ ઇડર સીમમાં થઈ ને અમદાવાદ બાજુ લઈ જવાઈ રહ્યો છે. સાબરકાંઠા એલસીબી બાતમીના આધારે રવિવારે સવારે આશરે 11.30 કલાકે ઇડર તાલુકાના લાલપુર ગામની સીમમાં વોચ ગોઠવેલી હતી ત્યારે બાતમીવાળી મારુતિ કંપનીની 2 સીફ્ટ ડિઝાયર અને ટોયટો કંપની 2 ઇનોવા ગાડીઓ વિદેશી દારૂ ભરી આવી રહી હતી મારુતિ કંપની એક નંબર વગરની સ્વીફ્ટ ડિઝાયર અને બીજી જીજે 15સી એફ 0985, ટોયટા કંપની ઇનોવા જી જે 01સી ઝેડ 8250 તેમજ સિલ્વર કલર ની ઇનોવા જી જે 02બી એચ 7861 નંબર વારી ઇનોવા ગાડી ઉભી રાખવા એલ સી બી એ ઈશારો કર્યો હતો.
વિદેશી દારૂની 1452 બોટલો ઝડપી પાડી
ફિલ્મી ઢબે ચારેય ગાડીઓ નો પીછો કરીને ગાડીઓ ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચારેય ગાડીઓ માંથી એક રસીદખાન જલાલખાન મોઈલા ઉંમર 25 રહે. હાદેતર તા સાંચોર જી જાલોર રાજસ્થાન પકડાઈ ગયો હતો. ચારેય ગાડીઓ માં એલ સી બી એ તપાસ કરી હતી જેમાંથી વિદેશી દારૂની 1452 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 4,44,060, ગાડીમાંથી 1મોબાઈલ જેની આશરે કિંમત 70 હજાર અને ચારેય ગાડીઓ ની આશરે કિંમત 22 લાખ એમ કુલ 27,14,060/-નો મુદામાલ સાથે 1ઝડપાયો હતો ત્રણ ફરાર થઈ ગયા હતા એલ સી બી એ ઇડર પોલીસને મુદામાલ સોંપ્યો હતો.