ઇરાન પર હુમલા પછી ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ PM મોદીને કર્યો ફોન, જાણો શું થઇ વાતચીત

    0
    6

    Israel Iran conflict news in Gujarati : ઇઝરાયલે શુક્રવારે સવારે સવારે ઇરાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇરાનના 78 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન શુક્રવારે સાંજે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓએ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ દ્વારા આ જાણકારી આપી હતી.

    પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે શું વાતચીત થઇ

    પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને ક્ષેત્રમાં ઝડપથી શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે ઇઝરાયેલે ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર હુમલો કર્યો છે. આ પછી ઈરાનમાં એરસ્પેસને બંધ કરી દેવામાં આવ્યું હતું. ઈરાનની સરકારે દેશભરમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલી હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું છે.

    આ દરમિયાન ઈરાન અને ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે દેશમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આવામાં તેમને બિનજરૂરી મુસાફરીથી બચવા માટે કહેવામાં આવ્યું છે.

    ઇઝરાયલને અમેરિકાનું સમર્થન

    ઇઝરાયેલે આ કાર્યવાહીને પરમાણુ શસ્ત્રો બનાવવાના ઇરાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવાના હેતુથી ગણાવી હતી. આ હુમલાને લઈને ઈઝરાયલને અમેરિકાનો પણ સાથ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પણ પરમાણુ કરાર પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે અને છેલ્લી તક પણ આપી છે.

    આ પણ વાંચો –  ઇઝરાયલ અને અમેરિકા આ હુમલાની ભારે કિંમત ચૂકવશે, ઈરાને ઉચ્ચારી ચીમકી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે બે મહિના પહેલા જ ઈરાનને પરમાણુ સમજૂતી પર પહોંચવા માટે 60 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ તેનું પાલન થયું નહીં. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે આજે 61મો દિવસ છે. મેં તેમને કહ્યું કે શું કરવું, પરંતુ તેઓ ત્યાં પહોંચી શક્યા નહીં. હવે કદાચ તેમની પાસે બીજી તક છે. ટ્રમ્પે ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પરત લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોઈ શકે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here