ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા વેળાવદરના યુવકની ધરપકડ | Velavadar youth arrested for posting on Instagram

0
8

હથિયાર સાથેનો ફોટો

યુવક અને હથિયારના પરવાનેદાર બંને સામે પોલીસે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર –  જોરાવરનગર પોલીસે સોશ્યલ મીડીયામાં ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફોટો પાડી અપલોડ કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઝડપાયેલા શખ્સ તેમજ હથિયારના પરવાનેદાર બંને વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જોરાવરનગર પોલીસે ઈનસ્ટાગ્રામ પર એક શખ્સ દ્વારા પોતાના આઈડીમાં હથિયાર સાથે ફોટો આપલોડ કર્યો હોવાની હકિકતના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સ વઢવાણ તાલુકાના વેળાવદર ગામનો દશરથભાઈ દાજીભાઈ ઝેઝરીયા હોવાનું માલુમ પડતા શખ્સને પોતાના રહેણાંક મકાન ખાતેથી ઝડપી જોરાવરનગર પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ કરતા ફોટામાં રહેલ હથિયાર પોતાના કૌટુંબિક દાદા રાયમલભાઈ અમરશીભાઈ ઝેઝરીયા (રહે.વેળાવદર)નું હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે બંને વિરૃધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા વેળાવદરના યુવકની ધરપકડ 2 - image

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here