ઇન્દ્રાના મોતનું રહસ્ય પોલીસ ખોલશેઆપઘાતની પ્રબળ સંભાવના | Police will unravel the mystery of Indra’s death strong possibility of suicide

HomeBHUJઇન્દ્રાના મોતનું રહસ્ય પોલીસ ખોલશેઆપઘાતની પ્રબળ સંભાવના | Police will unravel the...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કંઢેરાઇની વાડીમાં બોરવેલમાંથી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો

પધ્ધર પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ ધપાવી

ભુજ: ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવારે વહેલી સવારે ૫૪૦ ફૂટ ઉંડા બોરવેલમાં ખેત મજુર યુવતી પડી જવાના કેસમાં તંત્રની દોડધામ બાદ ૩૨ કલાક પછી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બીજીતરફ બોરવેલ ઢાંકેલો હતો. તો પછી ૨૨ વર્ષની યુવતી અંદર કઇ રીતે પડી તે મોટો સવાલ ખડો થયો છે. યુવતીએ આપઘાત કર્યો હોવાની સંભાવના પ્રબળ બનતાં પધ્ધર પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. 

રાજસ્થાનના પ્રતાપગઢની અને છેલ્લા છથી આઠ વર્ષથી પિતરાઇ ભાઇ લાલજીભાઇ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે વાડીમાં રહેતી ૨૨ વર્ષીય ઇન્દ્રા કાનજીભાઇ મીણા નામની યુવતી મંગળવારે સવારે સવા પાંચ વાગ્યા અરસામાં તેની ભત્રીજી વસુંધરા સાથે બાથરૂમ કરવા ગઇ હતી. ત્યાંથી પરત આવીને વસુંધરાને કહ્યું હું બાથરૂમ કરી આવું તેવું કહીને નીકળી હતી. ત્યાર બાદ પીતરાઇ ભાઇ લાલજીભાઇએ પુત્રીને પ્રશ્ન કર્યો હતો કે ઇન્દ્રા ક્યાં છે. ત્યાં તેમના ઘરની ઓસરીથી પાંચ ડગલાં દુર આવેલા બોરવેલમાંથી ઇન્દ્રાનો બચાવ બચાવનો અવાજ સંભળાયો હતો. પ્રથમ લાલજીભાઇએ દોરડી અંદર નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાડી માલિકના જણાવ્યા પ્રમાણે અને પોલીસની પ્રાથમિક તપાસમાં બોરવેલ પતરાના ગમેલા માથે પથ્થરાઓ અને ઝાડી ઝાંખરાથી ઢાંકેલો હતો. તો અને ૧૨ સેન્ટી મીટરના ત્રીજીયાના મોઢું અને ૫૪૦ ફુટ ઉંડા બોરવેલમાં યુવતી કઇ રીતે પડી ઇન્દ્રાના કાકાઇ ભાઇએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્દ્રાની ડુંગરપરના યુવક સાથે ૬ માસ પહેલા સગાઇ થઇ છે. અને રાત્રે ઇન્દ્રાએ તેના ભાવી પતિ સાથે વાત કરી છે. ત્યારે ઇન્દ્રા અને તેના ભાવી પતિ સાથે વાતચિત બાદ ઇન્દ્રાને મનપર લાગી આવ્યું હોય અને વહેલી સવારે બોરમાં પડતું મુકીને આત્મઘાત પગલું ભરી લીધું હોવાની શક્યતા જોવાઇ રહી છે. બીજી તરફ ઇન્દ્રાનો અને તેના ભાવી પતિનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઇન્દ્રા બોરવેલમાં પડી ત્યારે તેની સાથે મોબાઇલ હોવાથી સ્વીચ ઓફ થઇ ગયો હશે. હાલ પધ્ધર પોલીસે એડીની નોંધ કરીને ઇન્દ્રાના મોત પાછળનું રહ્શય જાણવા તપાસ હાથ ધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon