- દંપતી અડાલજથી ઉવારસદ પુત્રના ઘરે આવી રહ્યા હતા ત્યારે બનેલી ઘટના
- દંપતીને વડોદરા જવાનું હોય દાગીના લોકરમાં મુકવા ઉવારસદ રહેતા પુત્રના ઘરે આવ્યા હતા
- પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
ઇકો કારમાં મુસાફરોને બેસાડી નજર ચુકવી સરસામાન ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. તાજેતરમા મહેસાણાના ભટાસણ ગામનું દંપતી આ ગેંગનો શિકાર બન્યુ છે. આ દંપતી ભટાસણથી ઘર બંધ કરી દાગીના લઇને ઉવારસદ રહેતા પુત્રને ત્યાં આવતા હતા ત્યારે અડાલજથી ઇકો કારમાં બેઠેલા ચાર શખસોએ દંપતીની નજર ચુકવીને રૂા. 4.50 લાખના દાગીના ભરેલી થેલી સેરવી પલાયન થઇ ગયા હતા. જે મામલે ડ્રાઇવર સહિત અજાણ્યા પાંચ શખસો સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહેસાણાના ભટાસણ ગામે રહેતા માણેક નરોત્તમભાઇ પટેલ ગત તા. 13ના રોજ પત્ની કોકીલાબેન સાથે એસટી બસમાં બેસી પુત્રના ઘરે ઉવારસદ આવવા રવાના થયા હતા. તેણો મહેસાણા ડેપોના નિવૃત્ત કંડક્ટર છે. તેમના પત્ની કોકીલાબેનને સંધિવાની બિમારી હોય વડોદરા બતાવવા માટે જવાનું હતું. ઘર બંધ કરીને જવાનું હોય તેઓેઅ પત્નીના દાગીના ગાંધીનગર લોકરમાં મુકવા માટે સાથે લીધા હતા. દંપતી બસમાં બેસીને અડાલજ ત્રિમંદિર પાસે ઉતર્યા હતા અને ત્યાંથી એક ઇકો કારમાં બેસીને ઉવારસદ આવવા રવાના થયા હતા.
ઇકો કારમાં અગાઉથી જ ડ્રાઇવર સાથે ચાર અજાણ્યા ઇસમો બેઠા હતા. વચ્ચેની સીટમાં જગ્યા નહી હોવા છતા ડ્રાઇવરે જગ્યા કરી આપી હતી. કાર ચાલકે તેઓને સરગાસણ ફેન્ટાસી પાર્ટી પ્લોટ પાસે ઉતાર્યા હતા. જ્યાંથી દંપતી ઉવારસદ પાસે રહેતા પ્રોફેસર પુત્રના ઘરે ગયા હતા. જ્યાં પહોંચ્યા બાદ થેલો ચકાસતા તેમાં રાખેલ પર્સમાંથી દાગીના ગાયબ હતા. આ પર્સ નરોત્તમભાઇએ ઇકો કારમાં બેઠા હતા ત્યારે પગ પાસે મુક્યુ હતું. અડાલજ ત્રિમંદિરથી સરગાસણ ફેન્ટાસી પાર્ટી પ્લોટ સુધીમાં ઉપરોક્ત શખસો નરોત્તમભાઇ અને તેમના પત્નીની નજર ચુકવીને થેલીમાં રાખેલ પર્સની ચેઇન ખોલીને દાગીના સેરવી ગયા હતા. જેમાં પાંચ તોલાની બંગડીઓ, એક પેન્ડલ, એક કંઠી, તથા રોકડા 11 હજાર મળી કુલ 4.61 લાખની માલમત્તાનો સમાવેશ થાય છે. આ મામલે તેઓએ અડાલજ પોલીસ મથકમાં ઇકો કારમાં આવેલા અજાણ્યા પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસહાથધરી છે.
[ad_1]
Source link