01
બ્રોકરેજ ફર્મ્સની રડાર પર આજે 8 કંપનીઓના શેર છે. તેમાં PI ઇન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિઝ, અરબિંદો ફાર્મા, ગોદરેજ કંઝ્યૂમર, પર્સિસ્ટેન્ટ સિસ્ટમ્સ, TCS, ટેક મહિન્દ્રા અને LTI માઇન્ડટ્રી સામેલ છે. બ્રોકરેજે તેમાંથી 5 સ્ટોક્સ પર દાવ લગાવવાની સલાહ આપી છે. તો આ 3 સ્ટોકના ભાવમાં તેને આગળ ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. તો ચાલો જાણીએ આ શેરોને લઇને બ્રોકરેજનો શું અભિપ્રાય છે અને તેને શું ટાર્ગેટ પ્રાઇસ આપી છે.