આ મહિલાઓ ડાકણ છે, રાત્રે બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે… છેવટે જાથાએ કર્યો પર્દાફાશ | These women are witches they take the form of cats and mice at night: Jatha exposed

0
11

Bharuch News : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબહેનને દરગાહમાં હાજરી આવતાં પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂમુકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો. જેલીબહેન ભગુભાઈ આહિરે ભુલ કબુલી, માફી માંગતા મામલો થાળે પડયો હતો. કીમ પાસેની દરગાહ સંબંધી જાથાને ચોંકાવનારી માહિતી મળી હતી. માનસિક દર્દીઓ મોતને પૈગામ આપવા તેને તિલાંજલિ આપી મેડિકલ સારવાર લેવા સંબંધી પીડિતોને સલાહ આપી હતી.

આ મહિલાઓ ડાકણ છે, રાત્રે બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે... છેવટે જાથાએ કર્યો પર્દાફાશ 2 - image

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે. આજે પણ આદિવાસી વિસ્તારોમાં બીમાર વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જવાના બદલે ભુવા મોલવી પાસે લઈ જવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો છે. જેમાં બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકાતાં જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. 

આ મહિલાઓ ડાકણ છે, રાત્રે બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે... છેવટે જાથાએ કર્યો પર્દાફાશ 3 - image

મમ્મીને ડાકણના આરોપમાંથી મુક્ત કરાવવા માગી મદદ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે અમારા કુંટુંબના જેલીબહેનનો પરિવાર કીમ પાસે આવેલી દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે. જ્યાં તેમને સવારી આવતાં મારી મમ્મી જશુબહેન ઉર્ફે જશીબહેનને ડાકણ જાહેર કરી હતી, જ્યારે દેવીબહેન મેલીવિદ્યા જાણે છે. આ લોકો રાત્રે બિલાડી, ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે અને અશાંતિ ફેલાવે છે. જેથી સત્ય સામે લાવવા અને મારી મમ્મીને નિર્દોષ જાહેર કરી ડાકણના આરોપના મુક્તિ અપાવવા માટે જાથાની ટીમની મદદ માંગી હતી. 

જાથાના ચેરમેને જયંત પંડ્યાએ ડાકણનો આરોપ મૂકનારનો પર્દાફાશ કરવા ગાંધીનગર મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારી, સુરત રૂરલ જિલ્લા પોલીસ વડાને પત્ર મોકલી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. રૂરલ એસ.પી.એ કોસંબા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલી દીધી હતી. તપાસ બે ભાગમાં વહેંચી વિશેષ પુરાવા એકઠા કરવાનું નક્કી કરી સ્થાનિક કાર્યકરોને કોસંબા પો. સ્ટેશને પહોંચી જવાનું કહ્યું હતું. 

પોલીસને જોઈ શરુ કર્યું ધુણવાનું નાટક

ત્યારબાદ જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર રહી જેલીબહેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાંની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઈ ગયા. જેલીબહેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળી જતાં ધુણવા લાગ્યા, કૂદકા મારવા લાગ્યા, મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ પકડીને ગાડીમાં બેસાડ્યા, પરંતુ ત્યાં પણ ધુણવાનું ચાલુ રાખ્યું. ખોટી ધુણતી હોઈ કડક શબ્દોમાં વાત કરતાં શાંત પડી ગઈ હતી. 

આ મહિલાઓ ડાકણ છે, રાત્રે બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે... છેવટે જાથાએ કર્યો પર્દાફાશ 4 - image

ભાંડો ફૂટતાં લેખિતમાં માગી માફી

ત્યારબાદ જેલીબહેન પાસે ડાકણનો આરોપની સાબિતી માંગી હતી. જેલીબહેનના પતિ, દિકરો સંજય માફી માગવા લાગ્યા હતા અને કહ્યું કે જેલીબહેન ખોટું બોલ્યા છે, પોતે કબુલી લીધું કે મેં ઈર્ષા અને દ્વેષને કારણે ખોટું નામ લીધું છે. મને કોઈ હાજરી, સવારી આવતી ન હોવાનું કબલ્યૂ હતું. ડાકણનો આરોપ મૂકનારે બંને મહિલા જશુબહેન અને દેવીબહેન નિર્દોષ છે, તેની તેના પરિવારની માફી માંગી લેતાં મામલો થાળે પડ્યો હતો અને પરસ્પર તકરાર ન કરવા બંને પક્ષો સહમત થયા હતા. 

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here