- કેશોદ ની વી વી એકેડમી સ્કૂલ ની બેદરકારી આવી સામે
- સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પણ જાતના રજીસ્ટર રાખવામાં આવેલ નથી
- સ્કૂલ ના વિદ્યાર્થી ને બીજી સ્કૂલ માં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા
કેશોદના ઈન્દ્રપ્રસ્થ સોસાયટી વિસ્તારમાં આવેલી વી વી એકેડેમી નામની શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકતાં નથી અને શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાના વિદ્યાર્થીઓ ને ક્રિશ્ના સ્કૂલમાં અભ્યાસ માટે મોકલી આપવામાં આવતાં હોવાનું તપાસ અધિકારી તરીકે શાળાએ આવેલાં કેળવણી નિરીક્ષક ચાવડાનાં ધ્યાનમાં આવતાં નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ વાલીઓ દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે ત્યારે આ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વી વી એકેડેમી માં અભ્યાસ કરાવવાને બદલે ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલી આપવામાં આવતાં હોવાનું બહાર આવ્યું છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધારાધોરણ મુજબ નિભાવવાના રજીસ્ટરો રાખવામાં આવેલ નથી ત્યારે શિક્ષણનાં નામે વેપાર કરતાં સંચાલકોની પોપટ વાણીથી પ્રભાવિત થઈ વાલીઓ છેતરાઈ રહ્યાં છે ત્યારે જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. વિધા વિનય મંદિર વીવી એકેડેમી વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું અટકશે.