Last Updated:
આવતીકાલે કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા નવી ગાઈડલાઈન પ્રમાણે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે શું છે ચુંટણીપંચની નવી ગાઈડલાઈન જાણો તેના વીશે વિગતવાર માહિતી.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી માટે આવતીકાલે તા. 19 જૂને મતદાન યોજાશે. ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર સ્ટાફ પહોંચતો થઈ જશે અને મતદારો માટેના આધુનિક અને વ્યવસ્થિત માહોલની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.આ ચૂંટણી ઘણી જમહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રથમ ચૂંટણી છે, કેજેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા છેલ્લા સમયમાં રજૂ કરાયેલી નવી 21 શરતોનો અમલ થશે. આ સુધારાઓ મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક, શિસ્તબદ્ધ અને મતદારો માટે અનુકૂળ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
નવા નિયમો મુજબ, હવે મતદાન મથકના પ્રવેશદ્વારથી કોઈપણ ઉમેદવાર પોતાનું સહાયક કેમ્પ કે બુથ મહત્તમ 100 મીટરની દૂરીઅંરે જ ઊભા કરી શકે છે. અગાઉ આ મર્યાદા 200 મીટર હતી. મતદાન મથકના આજુબાજુના 100 મીટરના પરિસરમાં ચૂંટણી અધિકારીઓએ અગાઉથી ચોક્કસ ચિહ્નિત કરી દેવાનો નિયમ લાદવામાં આવ્યો છે.
ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ જો મતદાન મથક નજીક સહાયક કેમ્પ ઊભા કરવા માંગતા હોય તો તેઓએ મતદાનના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા તે અંગે લેખિતમાં જાણ કરી હોવી જરૂરી છે. જો કમ્પાઉન્ડ મ્યુનિસિપલ બાઉન્ડ્રીમાં હોય તો સ્થાનિક સત્તાધિકારીઓ પાસેથી પણ લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે.
નવા નિયમો અનુસાર, કેમ્પમાં માત્ર 1 ટેબલ અને 2 ખુરશી રાખી શકાશે. કોઈ પણ જાતના પોસ્ટર, ઝંડા કે પ્રચાર સામગ્રી મુકવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, કોમર્શિયલ અથવા ખાનગી મિલકત પર અતિક્રમણ કરીને કેમ્પ ઊભા કરવામાં આવશે તો તે ચૂંટણી કાયદાની ઉલ્લંઘના ગણાશે. ધાર્મિક સ્થળો, શાળાઓ, કોલેજો કે હોસ્પિટલ નજીક પણ કેમ્પ ઊભા કરવા પર પ્રતિબંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, દરેક બૂથ પર થયેલા ખર્ચને ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણતરી કરવામાં આવશે. તેમજ આ બધાની નિયમિત ચકાસણી માટે ચૂંટણી નિરીક્ષકો પણ મેદાન પર હાજર રહેશે. ચૂંટણી પંચે જાહેર કરેલા આ તમામ નિયમોનો ઉદ્દેશ ચૂંટણીમાં સ્પર્ધા તો રહે પરંતુ અનુશાસન, સમતોલ તક અને જાહેર વ્યવસ્થાનું રક્ષણ પણ સાથે રહે તે છે. આવતીકાલે બંને બેઠકો માટે મતદાન સવારે 7:00 કલાકે શરૂ થઈ સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે.
Gandhinagar,Gujarat
June 18, 2025 4:13 PM IST
[ad_1]
Source link


