આરોપીને લૂટ વિથ મર્ડરના ગુનામાં જેલ ભેગો કર્યો હોવાનો બનાવ

HomeDahodઆરોપીને લૂટ વિથ મર્ડરના ગુનામાં જેલ ભેગો કર્યો હોવાનો બનાવ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

દાહોદ: તાલુકાના રળીયાતી ત્રિવેણી સંગમ ખાતે ગઈકાલે મળેલી બિનવારસી લાશનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે. એક શખ્સે માત્ર નજીવા પૈસાની લાલચે વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થો વડે ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સાથે જ પુરાવાના નાશ કરવા વ્યક્તિને લાશને નદીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલી આરોપીને લૂટ વિથ મર્ડરના ગુનામાં જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

બનાવની વિગતો જોઈએ તો, દાહોદ તાલુકાના રળીયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર ગઈકાલે એક અજાણ્યા વ્યક્તિની લાશ જોતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. આ વ્યક્તિની કોઈએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી ચાર જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

આ યુવક આગાવાડા ગામનો લાલા ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ યુવક ને તેની જ બાજુમાં રહેતા ગણેશ ઉર્ફે સની ડામોર સાથે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરતા રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.

ગણેશ ડામોરને પૈસાની જરૂર હોઈ લાલાભાઇ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. અને તેમાં ગુસ્સામાં આવેલા ગણેશે બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશને નદીમાં ફેકી દીધી હતી. તેના ખિસ્સામાંથી ₹ 1200 રૂપિયા કાઢી હોવાની કબુલાત કરતા પોલીસે આ મામલામાં લૂંટ મર્ડરનો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે.

પોલીસે આરોપી પાસેથી લોહીના ડાઘાવાલાં રૂપિયા રીકવર કર્યા છે. આરોપી ગણેશ ડામોરે લાલાની હત્યા કર્યા બાદ તેની ખિસ્સામાં પડેલા ₹1200 કાઢી લીધા હતા. આ દરમિયાન લાલાભાઇના લોહીના નિશાન ઉપરોક્ત નોટો પર આવી ગયા હતા. જે લોહીના ડાઘાવાળી નોટો પોલીસે આરોપી ગણેશ ડામોર પાસેથી રિકવર કરી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon