આરબીઆઈએ ગુજરાતની ત્રણ સહકારી બેન્કોને પેનલ્ટી ફટકારી, જાણો ખાતેદારને શું થશે અસર | RBI Imposed Penalty to three Co operative banks In Gujarat

HomeAhmedabadઆરબીઆઈએ ગુજરાતની ત્રણ સહકારી બેન્કોને પેનલ્ટી ફટકારી, જાણો ખાતેદારને શું થશે અસર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

RBI Imposed Penalty to Banks: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુજરાતની ત્રણ સહકારી બેન્કોને માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ પેનલ્ટી ફટકારી છે. જેમાં આણંદની બે કો-ઓપરેટિવ બેન્કોને રૂ. 1-1 લાખ અને વલસાડની એક કો-ઓપરેટિવ બેન્કને રૂ. 15 લાખની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી આરબીઆઈની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ થઈ હોવાથી ખાતેદારો પર તેની કોઈ ખાસ અસર થશે નહીં.

SBPP કો-ઓપરેટિવ બેન્કને રૂ. 15 લાખની પેનલ્ટી

SBPP કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડને રૂ. 15 લાખની પેનલ્ટી થઈ છે. એસબીપીપીને આ પેનલ્ટી આરબીઆઈની  માર્ગદર્શિકાઓના અનુપાલનમાં ખામી બદલ ફટકારાઈ છે. તે ઈનકમ રિકોગ્નિશન, એસેટ ક્લાસિફિકેશન, અને અન્ય સંબંધિત મામલામાં નિયમોનું પાલન કરી શકી ન હતી. વધુમાં અમુક દેવાદારોના લોન ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચોઃ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ માટે વધુ રાહ જોવી નહીં પડે, નવા વર્ષથી ઈન્ટરવ્યૂ પોલિસીમાં થશે સુધારો

ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કને રૂ. 1 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. જેની પાછળનું કારણ ડિપોઝિટ પર વ્યાજના દર અને કેવાયસી મુદ્દે આરબીઆઈ દ્વારા જારી માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ છે. બેન્કે ચાલુ ખાતા સિવાય અન્ય ખાતામાં પણ વ્યાજ મુક્ત ડિપોઝિટ સ્વીકારી હતી. તેમજ ખાતેદારોના કેવાયસીના રેકોર્ડ અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી.

આણંદ જિલ્લાની તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેન્ક લિ.ને રૂ. 1 લાખની પેનલ્ટી ફટકારી છે. તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેન્કે અન્ય બેન્કો સાથે પ્લેસમેન્ટ ઓફ ડિપોઝિટની અમુક માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હતું.


આરબીઆઈએ ગુજરાતની ત્રણ સહકારી બેન્કોને પેનલ્ટી ફટકારી, જાણો ખાતેદારને શું થશે અસર 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon