આરટીઓએ પાંચ દિવસમાં વાહનચાલકો પાસેથી 26 લાખનો દંડ વસુલ્યો | RTO collects fine of Rs 26 lakh from motorists in five days

HomeSurendranagarઆરટીઓએ પાંચ દિવસમાં વાહનચાલકો પાસેથી 26 લાખનો દંડ વસુલ્યો | RTO collects...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા

– 108 ઓવરલોડ વાહન, નંબર પ્લેટ વગરના 44 વાહનચાલકો સહિત 329 સામે કેસ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં હાઇવે સહિતના માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ ઉઠતાં આરટીઓએ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા આરટીઓએ ૩૨૯ વાહનચાલકો સામે કેસ કરી રૂા.૨૬ લાખનો દંડ ફટકારાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયોનો ઉલાળિયો કરતા હોવાની ફરિયાદને લઇ આરટીઓએ છેલ્લા પાંચ દિવસથી ચેકિંગ હાથ ધર્યું હતું. આરટીઓએ હાઈવે સહિતના અલગ-અલગ સ્થળો પર વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી નંબર પ્લેટ વગર ફરતા ટુ-વ્હીલર, કાર ચાલક સહિતના વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી. જેમાં ઓવરલોડ ૧૦૮ વાહનચાલકો, એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વગરના ૪૪ વાહનચાલકો, ડ્રાઈવીંગ લાયસન્સ વગરના ૩૯ વાહનચાલકો અને અન્ય નિયમોનું ઉલંધ્ધન કરનાર ૧૩૮ વાહનચાલકો સહિત કુલ ૩૨૯ જેટલા વાહનચાલકો સામે નિયમોના ઉલંઘન બદલ કેસ કરી અંદાજે રૂા.૨૬ લાખનો દંડ ફટકારાયો હતો.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon